<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

કપડાં બદલે તેમ મહિલાઓ બદલતો પતિઃ બદલો લેવા પત્‍નીએ ગ્‍લૂથી પ્રાઈવેટ પાર્ટ ચોંટાડી દીધોઃ હાલત ખરાબ કરી નાખી

અમેરિકાના વિસ્‍કોન્‍સિન રાજ્‍યનો વર્ષ ૨૦૦૯નો કિસ્‍સો આજે પણ પોતાની અજીબ અને સનસનીખેજ પરિસ્‍થિતિઓના કારણે ચર્ચામાં રહે છે

વિસ્‍કોન્‍સિન તા.૨૮: અમેરિકાના વિસ્‍કોન્‍સિન રાજ્‍યનો વર્ષ ૨૦૦૯નો કિસ્‍સો આજે પણ પોતાની અજીબ અને સનસનીખેજ પરિસ્‍થિતિઓના કારણે ચર્ચામાં રહે છે. આ મામલામાં એક વિવાહિત વ્‍યક્‍તિ પર મહિલાઓ સાથે સંબંધ બાંધવાનો આરોપ હતો. જ્‍યારે તેની પત્‍ની અને અમુક અન્‍ય મહિલાઓને તેના કથિત સંબંધો અને છેતરપિડીની જાણકારી મળી તો તેણે સૌએ બદલો લેવાનો પ્‍લાન બનાવ્‍યો. બાદમાં આ ઘટના બાદ પોલીસે કેટલીય મહિલાઓ વિરુદ્ધ ગુનાહિત કેસ નોંધ્‍યો હતો.

તપાસ દસ્‍તાવેજો અનુસાર, વ્‍યક્‍તિને એક મોટલમાં બોલાવ્‍યો, જ્‍યાં તેની આંખ પર પટ્ટી બાંધી અને હાથ-પગ બાંધી કથિત રીતે રાજી કર્યો. તેને કહેવાયું કે, આ એક પર્સનલ મિટિગનો ભાગ છે. આરોપ છે કે ત્‍યાર બાદ સ્‍થિતિ અચાનક બદલાઈ ગઈ. રૂમમાં હાજર મહિલાઓએ અન્‍ય મહિલાઓને મેસેજ મોકલી ત્‍યાં બોલાવી લીધી. પોલીસના જણાવ્‍યા અનુસાર, થોડી વારમાં ત્‍યાં પત્‍ની સહિત અન્‍ય મહિલાઓ પણ આવી પહોંચી. તપાસમાં આરોપ લગાવ્‍યો છે કે, તમામે મળીને વ્‍યક્‍તિને અપમાનિત કર્યો અને તેની સાથે ગંભીર હુમલો કર્યો.

તપાસ દસ્‍તાવેજ અનુસાર, આ દરમ્‍યાન તેની સાથે હિસક વ્‍યવહાર કરવામાં આવ્‍યો. અધિકારીઓએ આરોપ લગાવ્‍યો કે, તેના શરીર પર ગ્‍લૂ લગાવી દીધો, જેનાથી તેને ખૂબ જ પીડા થઈ. પોલીસના રેકોર્ડમાં નોંધાયેલી આ ગંભીર ઘટનામાં હુમલો અને ગેરકાનૂની રીતે બંધક બનાવવાનો ગુનો નોંધાયો. તપાસમાં સામે આવ્‍યું કે, આ મામલાનું મુખ્‍ય કારણ વ્‍યક્‍તિ સાથે કથિત કેટલાય પ્રેમ સંબંધ અને પૈસાનો વિવાદ હતો. એક મહિલાએ તપાસકર્તાઓને જણાવ્‍યું કે, તેની મુલાકાત એ વ્‍યક્‍તિ સાથે ઇન્‍ટરનેટ પર થઈ હતી. તેણે દાવો કર્યો કે, તે તેને પ્રેમ કરવા લાગી હતી અને છેલ્‍લા બે મહિનાથી મોટલનો ખર્ચો પણ ઉઠાવી રહી હતી. તેનું કહેવું હતું કે, તેણે એ વ્‍યક્‍તિ પર લગભગ ૩૦૦૦ ડોલરનો ખર્ચ કર્યો હતો. બાદમાં તેને જાણવા મળ્‍યું કે, તે વ્‍યક્‍તિ પહેલાથી પરિણીત છે અને કથિત રીતે અન્‍ય મહિલા સાથે પણ સંબંધમાં હતો. આરોપ હતો કે, તે તેમની પાસેથી આર્થિક મદદ લઈ રહ્યો હતો.

પોલીસના જણાવ્‍યા અનુસાર, પત્‍નીને જ્‍યારે કથિત રીતે પતિના કેટલાય લફરાની જાણકારી મળી તો મામલો વધારે ગંભીર થઈ ગયો. ત્‍યાર બાદ સંબંધિત મહિલાઓની વચ્‍ચે વાતચીત થઈ અને બદલો લેવાનો પ્‍લાન બનાવ્‍યો. જો કે કોર્ટમાં આ આરોપોની કાનૂની પ્રક્રિયા અલગથી ચાલી અને તમામ આરોપોની તપાસ થઈ. વ્‍યક્‍તિ જેમ તેમ કરી પોતાના બંધનથી મુક્‍ત થવામાં સફળ રહ્યો. કહેવાય છે કે તેણે બંધનને કાપીને ખુદને અલગ કર્યો અને મોટેલ બહાર પહોંચ્‍યો. ત્‍યાર બાદ તેણે મોટલ માલિકને ફોન કરી પોલીસને સૂચના આપી. સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્‍થળે આવી અને તપાસ શરુ કરી દીધી.

(10:33 AM IST)