<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

2028માં માનવજાતનો એલિયન્સ સાથે પ્રથમ સત્તાવાર સંપર્ક થશે અને 2045 સુધી દરેક વ્યક્તિના મગજમાં માઇક્રોચિપ હશે: ગજબનાક દાવાની ભારે ચર્ચા

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક દાવાએ દુનિયાભરમાં ચર્ચા જગાવી:એડમ આર્ચન નામના વ્યક્તિએ પોતાને વર્ષ 2045માંથી આવેલો ટાઈમ ટ્રાવેલર ગણાવી દાવો કર્યો

:સોશિયલ મીડિયા પર એક એવો દાવો વાયરલ થઈ રહ્યો છે, જેણે લોકોમાં ભારે ચર્ચા જગાવી છે. એડમ આર્ચન નામના એક વ્યક્તિએ પોતાને વર્ષ 2045માંથી પરત ફરેલો ટાઈમ ટ્રાવેલર ગણાવ્યો છે. તેના દાવા મુજબ આગામી 19 વર્ષમાં દુનિયામાં એવા મોટા ફેરફારો થશે, જેની આજે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જોકે તેના દાવાઓને લઈને કોઈ વૈજ્ઞાનિક પુરાવો ઉપલબ્ધ નથી, છતાં આ વાતો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.

એક અહેવાલ મુજબ એડમનો દાવો છે કે વર્ષ 2028 સુધીમાં માનવજાતનો એલિયન્સ સાથે  પ્રથમ સત્તાવાર સંપર્ક  થશે. તેના કહેવા મુજબ આ ઘટના પછી ટેક્નોલોજી ક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાંતિ આવશે અને માનવ જીવનની દિશા સંપૂર્ણપણે બદલાઈ જશે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે એક ઇન્ટરવ્યૂ દરમિયાન એડમનો પોલીગ્રાફ ટેસ્ટ અથવા લાઈ ડિટેક્ટર કરવામાં આવ્યો હતો. દાવો કરવામાં આવ્યો છે કે ટેસ્ટ દરમિયાન મશીને તેના નિવેદનોમાં કોઈ સ્પષ્ટ અસત્ય નોંધ્યું નહોતું.

એડમના જણાવ્યા અનુસાર વર્ષ 2045 સુધીમાં લગભગ દરેક વ્યક્તિના શરીરમાં માઇક્રોચિપ લગાવવામાં આવશે. આ ચિપની મદદથી લોકો માત્ર વિચાર દ્વારા એકબીજા સાથે વાતચીત કરી શકશે અને સીધા ઇન્ટરનેટ સાથે જોડાઈ શકશે. એટલું જ નહીં, માનવ અને રોબોટ વચ્ચેનો ભેદ પણ ધીમે-ધીમે સમાપ્ત થઈ જશે. તેના દાવા મુજબ ડિપ્રેશન, ઓટિઝમ સહિત અનેક ગંભીર બીમારીઓનો ઉપચાર પણ આવી બ્રેન ચિપ દ્વારા શક્ય બનશે.

એડમના દાવાઓની સરખામણી વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની ન્યુરાલિંક)ના સંશોધન સાથે કરવામાં આવી રહી છે. ન્યુરાલિંક માનવ મગજ અને કમ્પ્યુટર વચ્ચે સીધું જોડાણ સ્થાપિત કરવાની ટેક્નોલોજી પર કામ કરી રહી છે. જોકે ટાઈમ ટ્રાવેલ અને એલિયન્સના અસ્તિત્વ અંગે હજુ સુધી કોઈ વિશ્વસનીય વૈજ્ઞાનિક પુરાવો ઉપલબ્ધ નથી. તેમ છતાં આ દાવાઓએ સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ કરી છે અને લોકો ભવિષ્યની ટેક્નોલોજી તથા સંભવિત પરિવર્તનો વિશે અલગ-અલગ મત વ્યક્ત કરી રહ્યા છે.

(12:32 AM IST)