તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
બરેલીમાં માનવતા શરમાઈ: ૧૧ વર્ષની માસૂમ વિદ્યાર્થિની પર નરાધમ ઝીશાને ગુજાર્યો બળાત્કાર, નરાધમના ત્રાસથી કંટાળી બાળકીએ જીવન ટૂંકાવ્યું
બહેનને પૈસાની લાલચ આપી ઘરે મોકલી દેતો અને મોટી બહેન સાથે આચરતો કુકર્મ: નખના નિશાન અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મની પુષ્ટિ થતા આરોપી જેલના સળિયા પાછળ

બરેલી, તા.૦૭: ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના મીરગંજ વિસ્તારમાંથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ધોરણ ૮માં અભ્યાસ કરતી માત્ર ૧૧ વર્ષની માસૂમ બાળકીએ સતત શારીરિક શોષણ અને માનસિક ત્રાસથી કંટાળીને ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી છે. આ કેસમાં પોલીસે ૨૬ વર્ષીય આરોપી ઝીશાનની ધરપકડ કરી છે, જેણે પોલીસ પૂછપરછમાં પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે.
ઘટનાની વિગતો મુજબ, આરોપી ઝીશાન પીડિતા અને તેની નાની બહેન સાથે પરિચય કેળવી તેમને રોજેરોજ શાળાએથી આવતા રસ્તામાં રોકતો હતો. તે નાની બહેનને પૈસાની લાલચ આપી ઘરે મોકલી દેતો અને ૧૧ વર્ષની માસૂમ બાળકીને અવાવરુ જગ્યાએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. જો બાળકી વિરોધ કરે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હતી.
પિતા દિલ્હી મજૂરી કરવા ગયા હતા અને ઘરમાં માસૂમે ગાળિયો ફસાવ્યો
ગઈ ૨૭ એપ્રિલના રોજ આરોપીએ ફરી બંને બહેનોને રોકી હતી અને મોટી બહેન સાથે બળજબરી કરી હતી. ઘરે પરત ફર્યા બાદ બાળકી માનસિક રીતે ભાંગી પડી હતી. તે સમયે તેના પિતા કામ અર્થે દિલ્હી ગયા હોવાથી ઘરે કોઈ વડીલ હાજર નહોતું. નરાધમની હેવાનીયત સહન ન કરી શકતા આ નાનકડી બાળકીએ તે જ દિવસે ગળેફાંસો ખાઈ લીધો હતો.
પોસ્ટમોર્ટમમાં થયો ભયાનક ખુલાસો
ઘટના બાદ જ્યારે બાળકીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે રિપોર્ટમાં અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. બાળકીના શરીર પર નખના ઉઝરડા અને બચકા ભરવાના નિશાન મળી આવ્યા હતા, જે આરોપીની ક્રૂરતાની સાક્ષી પૂરતા હતા. પોલીસે જ્યારે નાની બહેનની પૂછપરછ કરી ત્યારે તેણે ઝીશાનના તમામ કરતૂતોનો પર્દાફાશ કર્યો હતો. મીરગંજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને જેલભેગો કર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર બરેલી જિલ્લામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સ્થાનિકો આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.
(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
