News of Friday, 2nd October 2026
મસૂરીમાં પ્રવાસીઓનો ભારે ધસારો: ૨ ઓક્ટોબરની રજામાં ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ્પ!
મિનિટોની મુસાફરીમાં કલાકો વીત્યા : રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો: પાર્કિંગની અછત વચ્ચે કાયમી ટ્રાફિક પ્લાનની માગ બુલંદ

મસૂરી: ઉત્તરાખંડના વિખ્યાત હિલ સ્ટેશન અને 'પર્વતોની રાણી' તરીકે ઓળખાતા મસૂરીમાં ૨ ઓક્ટોબરની જાહેર રજા અને વિકેન્ડના કારણે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. પ્રવાસી વાહનોની અચાનક વધી ગયેલી સંખ્યાના કારણે મસૂરી શહેર અને તેના આસપાસના મુખ્ય માર્ગો પર ચક્કાજામની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિ એટલી વિકટ બની હતી કે પ્રવાસીઓ તથા સ્થાનિક રહાલે થોડી મિનિટોનું અંતર કાપવા માટે પણ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડ્યું હતું.
અતિશય ટ્રાફિકના કારણે પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની તમામ ક્ષણિક વ્યવસ્થા અને ટ્રાફિક પ્લાન સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યા હતા.
મસૂરીમાં દર સપ્તાહના અંતે અને જાહેર રજાઓના દિવસોમાં ટ્રાફિક જામ થવો એ હવે નિયમિત સમસ્યા બની ગઈ છે. મસૂરીમાં પાર્કિંગ માટેની પૂરતી જગ્યા ન હોવાને કારણે પ્રવાસીઓ રસ્તાની બાજુમાં જ પોતાના વાહનો પાર્ક કરવા મજબૂર બને છે, જેનાથી માર્ગો વધુ સાંકડા થઈ જાય છે અને વાહનોની ગતિ ધીમી પડી જાય છે.
પ્રવાસીઓની સતત વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને માત્ર સ્થળ પર ટ્રાફિક નિયંત્રિત કરવાના બદલે વન-વે સિસ્ટમ, પર્યાપ્ત પાર્કિંગ પ્લોટ્સ અને દીર્ઘકાલીન ટ્રાફિક પ્લાન બનાવવામાં આવે તેવી લોકમાગ પ્રબળ બની છે. હવે જોવાનું એ રહેશે કે વહીવટીતંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવે છે.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
