<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

દિલ્હીના જંતર-મંતર પર ભારે બબાલ: ૭૦૦થી વધુપ્રદર્શનકારીઓની અટકાયત, ૧૨ મેટ્રો સ્ટેશન કાયમ માટે બંધ અને ઈન્ટરનેટ ઠપ્પ! SIR મુદ્દે અને CECને હટાવવાની માંગ સાથે AAP અને વિદ્યાર્થીસંગઠનોનું વિરોધ પ્રદર્શન

નવી દિલ્હીમાં BNSની કલમ ૧૬૩ લાગુકરાઈ, પોલીસકર્મીઓ ઘાયલ થતાં વિસ્તાર છાવણીમાં ફેરવાયો

નવી દિલ્હી, તા.02: દેશની રાજધાનીદિલ્હીના જંતર-મંતર ખાતે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અચાનક મોટો વિરોધ પ્રદર્શિતથતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. SIR મુદ્દા અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)ને હટાવવાની માંગસાથે આયોજિત આંદોલનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ભારે કડક વલણ અપનાવ્યું છે.પ્રદર્શન કરી રહેલા આશરે ૭૦૦થી વધુ વિરોધકર્તાઓની સ્થળ પરથી જ અટકાયત કરી લેવામાંઆવી છે. પરિસ્થિતિ વણસતી અટકાવવા માટે સમગ્ર નવી દિલ્હી જિલ્લામાં BNSની કલમ ૧૬૩ હેઠળપ્રતિબંધાત્મક આદેશો લાગુ કરી દેવાયા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ અને વિદ્યાર્થીસંગઠનો રસ્તા પર જંતર-મંતર પર યોજાયેલા આ સંગ્રામમાં આમઆદમી પાર્ટી (AAP)ના સીનિયર નેતાઓ ઉપરાંત વિવિધ વિદ્યાર્થી સંગઠનોના સભ્યોઅને સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જોકે, પોલીસે વિરોધસ્થળે પહોંચેલા AAP નેતાઓ અને કાર્યકરો સહિત તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કરીનેબસોમાં બેસાડીને અન્ય સ્થળોએ ખસેડ્યા હતા. આ ઘટના બાદ આખા નવી દિલ્હી વિસ્તારનેપોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. ૧૨ મેટ્રો સ્ટેશનો બંધ અને ઈન્ટરનેટસેવાઓ સ્થગિત વિરોધ પ્રદર્શનનું મોજું વધુ ન પ્રસરે તેમાટે દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ આકરાં પગલાં લીધાં છે:

મેટ્રો સેવાઓ પ્રભાવિત: સેન્ટ્રલ સચિવાલય, પટેલ ચોક, મંડી હાઉસ, જનપથ અને બરાખંબા રોડ સહિત કુલ ૧૨ મેટ્રો સ્ટેશનો પર મુસાફરો માટે એન્ટ્રી અને એક્ઝિટ આગામી આદેશ સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવાઈ છે. ઈન્ટરનેટ ઠપ્પ: અફવાઓ ફેલાતી અટકાવવા અને ભીડ એકત્ર થતી રોકવા માટે જંતર-મંતર તથા આસપાસના વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. પોલીસ જવાનો ઘાયલ, ફ્લેગ માર્ચ શરૂ નવી દિલ્હીના DCP સચિન શર્માએમાહિતી આપતાં જણાવ્યું હતું કે, સ્થિતિને કાબૂમાં લેવા પૂરતો પોલીસ કાફલો તૈનાત કરાયો છેઅને ઘર્ષણ દરમિયાન કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. બીજી તરફ, CJPના કાર્યકર્તાઓએપોલીસ કાર્યવાહી સામે રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, "લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર છીનવાઈ રહ્યો છે." સરકારે હાલ સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી શાંતિની અપીલ કરી છે, પરંતુ મેટ્રોસ્ટેશનો બંધ રહેતાં સામાન્ય મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે.

(5:23 PM IST)