News of Tuesday, 22nd September 2026
UNGA સમિટમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનું ભારે આંતરરાષ્ટ્રીય અપમાન! ન્યૂયોર્કના રસ્તાઓ પર "ગલી ગલીમેં શોર હૈ, શાહબાઝ ચોર હૈ"ના લાગ્યા પોસ્ટરો
અમેરિકા પહોંચેલા પાકના પીએમના સ્વાગતમાં ન મળી રેડ કાર્પેટ કે ન આવ્યા કોઈ વરિષ્ઠ અધિકારી: ઈમરાન ખાનની પીટીઆઈ પાર્ટીના કાર્યકરોએ 'ચેરી પોલિશ' અને 'ફોર્મ ૪૭ સરકાર' લખેલા વિરોધ પ્રદર્શનથી શરીફને કર્યા ભારે શરમસાર

ન્યૂયોર્ક : સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના ૮૧મા સત્રમાં હાજરી આપવા ન્યૂયોર્ક પહોંચેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને અમેરિકાની ધરતી પર ઉતરતા જ ભારે આંતરરાષ્ટ્રીય ફજેતી અને અપમાનનો સામનો કરવો પડ્યો છે. એરપોર્ટ પર તેમના સ્વાગત માટે ન તો કોઈ રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી કે ન તો કોઈ વરિષ્ઠ અમેરિકી અધિકારી તેમની આગવાની માટે હાજર રહ્યા હતા. એટલું જ નહીં, ન્યૂયોર્કના રસ્તાઓ પર "ચોર આવ્યો છે, ચોર આવ્યો છે" અને "ચેરી પોલિશ" લખેલા બેનરો તથા પોસ્ટરો લગાવીને તેમનું ભારે અનાદર કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી 'પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ' (PTI) ના સમર્થકોએ ન્યૂયોર્કના પ્રખ્યાત પેન સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શન યોજીને શાહબાઝ શરીફ સામે મોરચો માંડ્યો હતો. વિરોધીઓએ આરોપ લગાવ્યો હતો કે હાલની પાકિસ્તાન સરકાર જનતાના નકલી જનાદેશ અને ધાંધલી ('ફોર્મ ૪૭') દ્વારા સત્તા પર આવેલી 'ચોરોની સરકાર' છે.
મોંઘાદાટ વિમાન અને આર્થિક કટોકટી પર ઘેરાયા શરીફ
ન્યૂયોર્કના રસ્તાઓ પર લાગેલા વિરોધ પ્રદર્શનના પોસ્ટરોમાં પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝ શરીફ માટે ખરીદવામાં આવેલા ૧૨ અબજ પાકિસ્તાની રૂપિયાના લક્ઝરી વીઆઈપી પ્લેનનો મુદ્દો પણ જોરશોરથી ઉછાળવામાં આવ્યો હતો. વિરોધીઓએ આકરા પ્રહારો કરતા કહ્યું કે એક તરફ પાકિસ્તાનની રાષ્ટ્રીય એરલાઈન (PIA) ની હરાજી માત્ર ૧૦ અબજ રૂપિયામાં થઈ રહી છે, તો બીજી તરફ દેશ જ્યારે ભયાનક મોંઘવારી અને દેવામાં ડૂબેલો છે ત્યારે શાસકો પોતાના અંગત વાહન માટે ૧૨ અબજ રૂપિયાનો જાહેર ભંડોળનો બગાડ કરી રહ્યા છે.
અગાઉ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે જ નિવેદન આપ્યું હતું કે "અમેરિકા પાકિસ્તાનનો ઉપયોગ ટોયલેટ પેપરની જેમ કરે છે - જરૂર પૂરી થાય એટલે ફેંકી દે છે." ન્યૂયોર્કના દ્રશ્યોએ આ વાતને ફરી સાચી ઠેરવી છે. પીટીઆઈ સમર્થકોએ ઈમરાન ખાનને જેલમાંથી મુક્ત કરવાની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા, જેનાથી આંતરરાષ્ટ્રીય મીડિયા અને વૈશ્વિક રાજદ્વારીઓમાં શાહબાઝ શરીફ અને પાકિસ્તાનની ભારે નામોશી થઈ છે.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
