<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

ગુજરાતના સહકારી ક્ષેત્રે જબરો વિસ્‍ફોટ : રાજકોટના સીએ જય ચોટલીયાની ૧૪૮ કરોડના બેંક કૌભાંડમાં ધરપકડ થતા મોટો ખળભળાટ

રાજકોટના ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ અને જાણીતા સહકારી ક્ષેત્રના અગ્રણી પરિવારના જય હર્ષદકુમાર ચોટલીયા સહિત ૩ની ૧૪૮ કરોડના બેંક કૌભાંડમાં રાજકોટ ડીસીબી બ્રાન્‍ચે આજે ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો છે.

જય હર્ષદકુમાર ચોટલીયા સાથે મિતેશ કીરીટકુમાર સંઘવી તથા મનીષ ગોવિંદભાઈ ડાંગી વિરૂદ્ધ ૧૪૮ કરોડની ફરીયાદ જીપીઆઈડી એકટની અને ફોજદારી ધારાની વિવિધ કલમો હેઠળ આ પહેલા રાજકોટ મુકામે દાખલ થઈ હતી. જય ચોટલીયા જાણીતા સહકારી અગ્રણી જયોતિન્‍દ્રભાઈ મહેતાના જમાઈ થાય છે.

આ ફરીયાદ ડીસીબી પોલીસમાં બીએનસીની કલમ ૩૪૦ (૨), ૩૩૬ (૩), ૩૩૮, ૬૧ (૨), ૩૩૬ (૨), ૩૧૮ (૪) હેઠળ દાખલ થઈ હતી.

રાજકોટના જયેન્‍દ્રભાઈ મુળજીભાઈ અકબરીએ ૧૪૮ કરોડના બેંક કૌભાંડ અંગે ફરીયાદ દાખલ કરી હતી. જે અન્‍વયે આ ધરપકડ થયાનું સત્તાવાર વર્તુળોએ મોડી સાંજે જણાવ્‍યુ છે. વિસ્‍તૃત વિગતો મેળવાઈ રહી છે.

 

(6:13 PM IST)