તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
દુબઈમાં કચરો ઉપાડીને દર મહિને કેટલું કમાય છે ભારતનો યુવક? પગાર સાંભળીને આંખો પહોળી થઈ જશે!
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુબઈમાં ગાર્બેજ કલેક્ટર (કચરો ઉપાડવાનું કામ) તરીકે નોકરી કરતા પંજાબના એક યુવકે પોતાની માસિક આવક અને મુશ્કેલીઓ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા : ભારતીય ચલણ પ્રમાણે અંદાજે રૂ ૪૬,૬૦૦થી રૂ૪૯,૨૦૦ની વચ્ચે પગાર મળે છેઃ કંપની તરફથી તેને રહેવા માટે રૂમની સુવિધા મફત

દુબઈ,તા.૧૦: રોજગારીની શોધમાં ભારતથી દર વર્ષે હજારો યુવાનો વિદેશ અને ખાસ કરીને દુબઈ (UAE) જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુબઈમાં ગાર્બેજ કલેક્ટર (કચરો ઉપાડવાનું કામ) તરીકે નોકરી કરતા પંજાબના એક યુવકે પોતાની માસિક આવક અને મુશ્કેલીઓ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
વિદેશ જઈને પૈસા કમાવવાનું સપનું ભારતના ઘણા યુવાનો જોતા હોય છે. ખાસ કરીને પંજાબ અને હરિયાણાના યુવાનોમાં વિદેશ જવાનો ક્રેઝ સૌથી વધુ જોવા મળે છે. કેટલાક યુવાનો ભણી-ગણીને વ્હાઇટ કોલર જોબ મેળવે છે, તો કેટલાક યુવાનો ઘર ચલાવવા માટે ત્યાં જઈને સખત મજૂરી અને નાના-મોટા કામો પણ કરતા અચકાતા નથી. હાલમાં સોશિયલ મીડિયા પર દુબઈમાં રહેતા એક ભારતીય મજૂરનો વીડિયો ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે.
આ વીડિયોમાં દુબઈમાં કચરો એકઠો કરવાનું કામ કરતા પંજાબના એક યુવકે જણાવ્યું છે કે, તે ત્યાં કેટલી કમાણી કરે છે અને તેની લાઈફસ્ટાઈલ કેવી છે. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે અને કામના કલાકોની સરખામણીમાં સેલરીને લઈને મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો પ્રખ્યાત કન્ટેન્ટ ક્રિએટર જગદીશ ચાવલાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કર્યો છે, જે અવારનવાર વિદેશમાં રહેતા ભારતીય શ્રમિકોની વાર્તાઓ દુનિયા સમક્ષ લાવે છે. આ વીડિયોમાં જે યુવક ઈન્ટરવ્યુ આપી રહ્યો છે તેનું નામ અભિષેક સિહ છે અને તે પંજાબનો વતની છે
અભિષેક છેલ્લા ૭થી ૮ મહિનાથી દુબઈમાં ગાર્બેજ કલેક્ટર તરીકે કામ કરી રહ્યો છે. દુબઈ આવતા પહેલા તે ભારતમાં અભ્યાસ કરતો હતો, પરંતુ આર્થિક જરૂરિયાતોને કારણે તેણે વિદેશ જવાનું નક્કી કર્યું. તેનો મોટો ભાઈ પહેલેથી જ તે જ કંપનીમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો, જેની મદદથી અભિષેકને પણ આ કંપનીમાં હેલ્પર તરીકે નોકરી મળી ગઈ હતી. વીડિયોમાં જ્યારે અભિષેકને તેની સેલરી અને કામના કલાકો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે, આ કામમાં શારીરિક મહેનત ઘણી વધારે છે. તેણે રોજની ૧૧થી ૧૨ કલાકની લાંબી શિફટમાં કામ કરવું પડે છે.
સેલરી વિશે વાત કરતા પંજાબી યુવકે જણાવ્યું કે, દુબઈમાં આ ક્ષેત્રમાં સરેરાશ પગાર ૨,૦૦૦ દિરહામ (આશરે રૂ.૫૧,૮૦૦)ની આસપાસ હોય છે, પરંતુ તેને દર મહિને ૧,૮૦૦થી ૧,૯૦૦ દિરહામ એટલે કે ભારતીય ચલણ પ્રમાણે અંદાજે રૂ.૪૬,૬૦૦થી રૂ૪૯,૨૦૦ની વચ્ચે પગાર મળે છે. જોકે, કંપની તરફથી તેને રહેવા માટે રૂમની સુવિધા મફત આપવામાં આવી છે, પરંતુ ખાવા-પીવાનો તમામ ખર્ચ તેણે પોતાના આ પગારમાંથી જ જાતે ઉઠાવવો પડે છે.
આ વીડિયો વાયરલ થતાં જ હજારો લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. ઘણા યુઝર્સ અભિષેકની પ્રમાણિકતા અને તેની સખત મહેનત જોઈને તેના ખૂબ વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, 'કોઈપણ કામ નાનું નથી હોતું, બસ મહેનત સાચી હોવી જોઈએ.' તો બીજી તરફ, એક મોટો વર્ગ એવો છે જે દુબઈમાં મજૂરોની સ્થિતિ પર સવાલો ઉઠાવી રહ્યો છે. યુઝર્સનું કહેવું છે કે, દુબઈની ભયંકર ગરમીમાં ૧૨ કલાક સુધી કચરો ઉપાડવાનું કામ કરવું અત્યંત કઠિન છે. આટલી આકરી મજૂરી સામે ખાવાપીવાનો ખર્ચ બાદ કરતાં મહિને માંડ ૪૫-૪૯ હજાર રૂપિયા મળે તે ખૂબ જ ઓછો પગાર કહેવાય. આના કરતાં ભારતમાં જ રહીને નાનો-મોટો બિઝનેસ કે નોકરી કરવી વધુ સારી છે. આ વીડિયો હાલ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર જોરદાર ટ્રેન્ડ કરી રહ્યો છે
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
