તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
૧ કિલો સોલ્ટમાં કેટલા કણ હોય? ૪ દોસ્તોએ ૯ દિવસ સુધી ગણતરી કરી
શું તમે કદી વિચાર્યું છે કે આપણે જે રોજ ખાઈએ છીએ એ નમકના એક કિલોના પેકેટમાં આખરે કેટલા કણ હોય છે?

નવી દિલ્હી,તા.૧૬: શું તમે કદી વિચાર્યું છે કે આપણે જે રોજ ખાઈએ છીએ એ નમકના એક કિલોના પેકેટમાં આખરે કેટલા કણ હોય છે? નમકના કણોની તો કંઈ ગણતરી હોય? ભલે આપણને સાંભળવામાં અજુગતું લાગે, પણ સોશ્યલ મીડિયામાં આ પ્રયોગ થયો છે. વિડિયોમાં એક યુવકે ૧ કિલો સોલ્ટના પેકેટને ટેબલ પર વેરી દીધું અને પછી તેના ચાર દોસ્તોએ સાથે મળીને એક-એક કણ ગણવાનું શરૂ કરી દીધું. લગાતાર નવ દિવસ સુધી દોસ્તોએ ગણતરી કરી. આખરે તેમણે જાહેર કર્યું કે એક કિલો સોલ્ટમાં ૧,૪૨,૧૩,૭૫૩ કણો હોય છે.
૧૦૦ ગ્રામ સોલ્ટમાં ૧૩ લાખ ૭૫ હજાર કણો હોવાનું તેમણે નોંધ્યું હતું. એ હિસાબે એક કિલોમાં ૧,૩૭,૫૦,૦૦૦ કણો હોવા જોઈએ, પરંતુ જ્યારે તેમણે અસલમાં એક-એક કણ ગણ્યો તો આ અંદાજ કરતાં વધુ કણો નીકળ્યા હતા. જોકે દરેક પ્રકારના નમકમાં આટલા જ કણો હોય એવું ન કહી શકાય, કેમ કે વિવિધ પ્રકારના સોલ્ટના કણોના આકાર એક જેવા નથી હોતા. બીજું, મીઠું હવામાં ખુલ્લું રાખવામાં આવે તો એના કણો હવામાંના ભેજ સાથે પ્રક્રિયા કરીને પીગળી જતા હોવાથી કણોની સંખ્યા ઉપરનીચે થઈ શકે છે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
