તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
દિવાળીમાં રાજસ્થાનમાં હોટેલ્સના ભાડાંમાં બેથી ત્રણ ગણો વધારો
ઉદયપુર, દીવ, માઉન્ટ આબુ, જેસલમેર, જોધપુર જેવા શોર્ટ ડેસ્ટિનેશન્સની હોટેલના ભાવમાં બેફામ તડાકો

નવી દિલ્હી તા.૭: દિવાળીના તહેવારોમાં પરિવાર સાથે વેકેશન માણનારાઓને આ વખતે હોટેલોની રૂપના ભાડાં મોંપા પડી શકે છે. કેમ કે, ડોમેસ્ટિક શોર્ટ ડેસ્ટિનેશન્સવાળા ટૂર્સના આયોજનો આ વર્ષે પ્રમાણમાં વધુ જોવા મળી રહ્યા છે અને એના પગલે ડમાન્ડ વધતાં હોટેલની રૂમ્સના ભાડાં ત્રણ ગણા સુધી મોંયા થઇ ગયા છે....! અમદાવાદથી રણોત્સવ, ઉદયપુર, માઉન્ટ આબુ, દિવ, જેસલમેર, જોષપુર જેવા હોટફેવરિટ ડેસ્ટિનેશન્સની ડિમાન્ડ સૌથી વધુ છે અને અહીં અનેક પ્રોપર્ટીઝના રેટ્સમાં બેથી બણ ગણો ભાવવધારો અને કેટલીક હોટેલ્સમાં સિઝનલ ભાવવધારો જોવા મળી રહ્યો છે. એટલે કે, સામાન્ય દિવસોમાં જે હોટેલની રૂમના ભાડાં છ હજાર હોય એના ભાવ અત્યારે રૂ.૧૨થી ૧૫ હજાર સુધી બોલાઇ રહ્યા છે.
આ દિવાળીના તહેવારમાં ઈન્ટરનેશનલ ટૂર્સ પ્રમાણમાં ઓછી છે અને એમાંય લાંબા દિવસો માટેના પ્રવાસ પણ લોથે ટાળી રહ્યાં છે ત્યારે ત્રણથી ચાર દિવસ જાતે પ્રાઈવ કરીને જઈ શકે અને ફેમિલી કે ફ્રેન્ડઝ સાથે એન્જોય કરી શકે એવા ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ અત્યારે હોટ કેક બની ગયાં છે. ટૂર એન્ડ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીઝના જાણકાર ભાવિનભાઈ શાહના જણાવ્યા મુજબ, 'આ વર્ષે દિવાળીના વેકેશનમાં શોર્ટ ડેસ્ટિનેશન્સના ટુર્સની ડિમાન્ડ દર વર્ષની સરખામણીમાં વધુ જોવા મળી રહી છે. જોકે, સાવ એવું પણ નથી કે દરેક હોટેલ્સના ભાડઈમાં બે કે ત્રણ ગણો વધારો થયો છે. હા, જે ડેસ્ટિનેશન્સમાં જે પ્રોપર્ટીઝ ઇન ડિમાન્ડ હોય છે એને મોનોપોલી પ્રોપર્ટીઝ કહેવામાં આવે છે અને એના રેટ્સ આત્યારે ડબલ થયાં છે. જોકે, દિવાળી પીક સિઝન હોય છે અને સામાન્ય ભાવવધારો તો દર વર્ષે અપેલિત જ હોય છે.
જોપપુર, દીવ, ગોવા જેવા ડેસ્ટિનેશન્સ માટે કરી રહ્યાં છે. ટૂર ઓપરેટર્સના જણાવ્યા મુજબ, ઉદયપુરમાં ૭૦૦થી વધુ હોટેલ્સ છે અને એ તમામના ભાડાં વધ્યા નથી. હા, એમાં સિઝનલ વધારો જરૂરથી થયો છે, એટલે કે, જે રૂમ ચાર હજારની હોષએ અત્યારે છ હજારમાં મળી રહી છે. એવી જ સ્થિતિ લગભગ દરેક પ્રેસ્ટિનેશન્સની હોય છે, જ્યારે કે કેટલીક પ્રોપર્ટીઝની ડિમાન્ડ જ એટલી હોય છે કે એમના ભાડામાં બમણા થઈ જતાં હોય છે, પરંતુ એ માત્ર સિઝનની જ ઈહેક્ટ છે.
જેસલમેરના સૈન્ડ બન્સમાં જે કેમ્પના નોર્મલ દિવસોના ડબલ શેરિગ રૂમના ભાડાં ચાર હજાર હોય છે એના ભાડા અત્યારે સાતથી આઠ હજાર સુધી પહોંચી ગયા છે. એવી જ રીતે જોપપુરની હોટેલમાં એક સામાન્ય હોટેલના રૂમના ભાડાં જે બે હજાર રૂપિયા હોય છે, એ અત્યારે ચારથી પાંચ હજાર સુધી પહોંચી ગયા છે. એવી જ રીતે અનેક લક્ઝયુરિષસ પ્રોપર્ટી કે જેના એક નાઈટ રોકાણના ભાડાં ૧૫થી ૨૦ હજાર સુધી હોય છે, એના ભાડાં અત્યારે વધીને ૨૫ હજાર સુધી પણ પહોંચી ગયા છે. ખાસ કરીને લોકોમાં નજીકના ડેસ્ટિનેશન્સના રિસોર્ટમાં રહેવાનો ટ્રેન્ડ વધ્યો છે અને તેથી રિસોર્ટમાં જે ટુ નાઈટ થી ડેઝના પેકેજ આઠથી ૧૦ હજારમાં વેચાતા હોય એ અત્યારે ૧૫ હજાર સુધી પહોંચી ગયા છે.
કુલ ઓકયુપન્સી હોય નહિં ત્યારે ભાવ ગગડી જાય છે
હોટેલ અને ટૂર ઇન્ડસ્ટ્રીના વેપારીઓનું કહેવું છે કે દિવાળીના પાંચ દિવસમાં અનેક હોટેલ્સને એના બજેટ કવર કરી લેવાના હોય છે. ૩૬૫ દિવસ આ હોટેલ્સની ઓક્યુપન્સી ફૂલ થતી હોતી નથી ત્યારે તેઓ સસ્તામાં In audi gia છે. 64 Care બાપતાં હોય છે. હવે દિવાળીની પીક સિઝન ડિમાન્ડ વધી હોવાથી ભાડાંમાં વધારો સ્વાભાવિક છે.
ઓનલાઇન કરતાં ઓફલાઇન સસ્તું
ઓનલાઇન હોટલ બુકિગનો ક્રેઝ જોવા મળે છે, પરંતુ એ માર્કેટનું સાચું ચિત્ર દર્શાવતું નથી. ઓન લાઇન એપ્સમાં કોટેલના ભાડાં ઉપરાંત વધારાના ટેક્સ અને ચાર્જિઝ વસૂલવામાં આવે છે. આ સંજોગોમાં જ્યારે ઓલાઇન એટલે કે ડેસ્ટિનેશન્સ પર પહોંચીને બુકિગ કરાવીએ તો હોટેલનું ભાડું પ્રમાણમાં ઓછું હોય છે. હોટેલના કોન્ટેક્ટ નંબર પર ફોન કરીને એડવાન્સમાં ડાયરેક્ટ બુકિગ પણ કરાવીએ તો પણ ઓનલાઇન અને ઓફલાઇન બુકિંગની હકીકત સામે આવી શકે છે. તેમ નવગુજરાત સમય જણાવે છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
