તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
સર્પદંશની સારવાર બાદ હોસ્પિટલે થમાવ્યું ₹11 કરોડનું મસમોટું બિલ! દર્દીને 54 ઈન્જેક્શન આપ્યા પણ આંકડો જોઈ આંખો પહોળી થઈ ગઈ
સાપ કરડ્યા પછી જીવ તો બચી ગયો પરંતુ હોસ્પિટલનું લાખો-કરોડોનું બિલ જોઈ પરિવારના હોશ ઊડી ગયા; તબીબી ખર્ચનો કિસ્સો ભારે ચર્ચામાં

નવી દિલ્હી : સાપ કરડવાની ઘટનાઓમાં સમયસર સારવાર મળી રહે તો દર્દીનો જીવ બચી જતો હોય છે, પરંતુ સારવાર બાદ જો હોસ્પિટલનું બિલ જ હોશ ઉડાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. ઝેરી સાપે ડંખ માર્યા બાદ એક દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ 54 જેટલા એન્ટિ-વેનમ અને અન્ય ઈન્જેક્શન આપીને દર્દીનો જીવ તો બચાવી લીધો, પરંતુ ત્યારબાદ જે $1.3 મિલિયન (આશરે ₹11 કરોડ)થી વધુનું બિલ હાથમાં પકડાવ્યું તે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા છે.
જીવ બચાવવા આપ્યા 54 ઈન્જેક્શન
મળતી વિગતો મુજબ, સર્પદંશ બાદ દર્દીની હાલત અત્યંત નાજુક બની ગઈ હતી. શરીરમાં ઝેર ફેલાતું અટકાવવા અને સ્થિતિ કાબૂમાં લેવા માટે ડૉક્ટરોની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. દર્દીની તબિયત સુધારવા માટે એકપછી એક એમ કુલ 54 જેટલા ઈન્જેક્શનો અને અન્ય ઈમરજન્સી લાઈફ સપોર્ટ પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મેડિકલ બિલ સોશિયલ મીડિયા પર વાયરલ
સારવાર બાદ જ્યારે હોસ્પિટલ પ્રશાસન દ્વારા દર્દી અને તેના પરિવારજનોને બિલ આપવામાં આવ્યું ત્યારે તેમાં દર્શાવેલી રકમ આશરે ₹11 કરોડ (1.3 મિલિયન ડૉલર) જેટલી અધધ હતી. હોસ્પિટલના બિલમાં આઈસીયુ ચાર્જ, ઈમરજન્સી કેર અને ખાસ કરીને મોંઘા ઈન્જેક્શનોનો ખર્ચ ખૂબ જ ઊંચો દર્શાવવામાં આવ્યો હતો. આ મસમોટું બિલ અને તેનો આંકડો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે અને હોસ્પિટલોના આડેધડ ચાર્જ તથા તબીબી સારવારના અતિશય ખર્ચ અંગે લોકોમાં ભારે ચર્ચા જાગી છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
