<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

પાકિસ્‍તાનની હોસ્‍પિટલ બની ‘મોતનો અડ્ડો'! એક જ સિરીંજના ઉપયોગથી ૩૩૧ માસૂમ બાળકોને HIV થયો

પાકિસ્‍તાનની સરકારી હોસ્‍પિટલોમાં તબીબી સલામતીની સ્‍પષ્ટ અવગણના : એક જ સિરીંજનો વારંવાર ઉપયોગ બન્‍યો જીવલેણ! તૌંસાની સરકારી હોસ્‍પિટલનો ભયાનક ખુલાસો

ઈસ્‍લામબાદ,તા.૧૫: પાકિસ્‍તાનમાંથી લોકો દંગ રહી જાય તેવી ઘટના સામે આવી છે. પાકિસ્‍તાનની સરકારી હોસ્‍પિટલોમાં તબીબી સલામતીની સ્‍પષ્ટ અવગણના કરવામાં આવી રહી હતી. એક સિક્રેટ ઓપરેશન અંતર્ગત અનુસાર અસુરક્ષિત ઇન્‍જેક્‍શન પદ્ધતિઓ ઘણા બાળકોને ણ્‍ત્‍સ્‍ સહિતના જીવલેણ ચેપનો ભોગ બનાવી શકે છે. મીડિયા રિપોર્ટસ અનુસાર પાકિસ્‍તાનની તૌંસામાં THQ હોસ્‍પિટલની અંદર ૩૨ કલાકથી વધુ સમય સુધી રેકોર્ડ કરાયેલા ફૂટેજમાં સ્‍વચ્‍છતાના ધોરણોનું વારંવાર ઉલ્‍લંઘન થતું હોવાનું સામે આવ્‍યું છે, જેના કારણે તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્‍લેખનીય છે કે મીડિયા રિપોર્ટસ અનુસાર ખાનગી ક્‍લિનિક્‍સ અને લીક થયેલા પોલીસ રેકોર્ડમાંથી એકત્રિત કરવામાં આવેલા ડેટામાં નવેમ્‍બર ૨૦૨૪ અને ઓક્‍ટોબર ૨૦૨૫ વચ્‍ચે તૌંસામાં ઓછામાં ઓછા ૩૩૧ બાળકોની ઓળખ થઈ છે જેમણે HIV ટેસ્‍ટ પોઝેટિવ આવ્‍યો હોય. ડેટા એનાલિસીસ અનુસાર મોટાભાગના ચેપ માતાથી બાળકમાં સંક્રમિત થવાની શક્‍યતા ઓછી હતી.

મહત્‍વનું છે કે પરીક્ષણ કરાયેલા ૯૭ પરિવારોમાંથી ફક્‍ત ચાર માતા જ HIV પોઝીટીવ હતી. જો કે અન્‍ય માતાઓ નકારાત્‍મક પરીક્ષણમાં આવી હતી, જેનાથી ચિતા વ્‍યક્‍ત થઈ હતી કે અસુરક્ષિક કબીબી પદ્ધતિઓ રોગના ફેલાવવાનું મુખ્‍ય કારણ છે.

મીડિયા અહેવાલ અનુસાર હેલ્‍થ કર્મચારીઓ એક જ સિરીંજનો ઉપયોગ અનેક દર્દીઓ પર કરતા અને વહેંચાયેલા મલ્‍ટી-ડોઝ શીશીઓમાંથી અલગ અલગ બાળકોને દવા આપતા જોવા મળ્‍યા હતા, જેનાથી દૂષણનું જોખમ નોંધપાત્ર રીતે વધ્‍યું હતું. આ કંટૈમિનેશનના કેન્‍દ્રમાં આઠ વર્ષનો મોહમ્‍મદ અમીન છે, જે ણ્‍ત્‍સ્‍ માટે પોઝિટિવ ટેસ્‍ટિંગ પછી તરત જ મૃત્‍યુ પામ્‍યો હતો.

બાળકના નિદાન થયા પછી તરત જ, તેની બહેન પણ પોઝિટિવ આવ્‍યો હતો. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે તેમના પરિવારનું માનવું છે કે બંને બાળકોને હોસ્‍પિટલમાં નિયમિત સારવાર દરમિયાન અસુરક્ષિત ઇન્‍જેક્‍શન દ્વારા વાયરસનો ચેપ લાગ્‍યો હોવાની શક્‍યતા વ્‍યક્‍ત કરી છે.

હોસ્‍પિટલ દ્વારા આ પ્રથા સૌપ્રથમ ૨૦૨૪ ના અંતમાં પ્રકાશમાં આવી હતી, જ્‍યારે સ્‍થાનિક ડોક્‍ટર ડો. ગુલ કૈસરાનીએ તેમના ક્‍લિનિકમાં આવતા બાળકોમાં HIV કેસોમાં વિચિત્ર વધારો જોયો હતો. તેમણે જણાવ્‍યું હતું કે અગાઉ THQ તૌંસામાં આશરે ૬૫ થી ૭૦ અસરગ્રસ્‍ત બાળકોની સારવાર કરવામાં આવી હતી. અહેવાલો દર્શાવે છે કે અડધાથી વધુ કિસ્‍સાઓમાં, દૂષિત સોયને ચેપનો સૌથી સંભવિતસ્ત્રેત માનવામાં આવતો હતો.

(3:10 PM IST)