<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

રાજસ્થાનના સાંચોરમાં કાળજુ કંપાવતો અકસ્માત: રમતું બાળક રસ્તા પર આવતા જ સ્કોર્પિયોએ કચડ્યું, 15 ફૂટ સુધી ઘસડી ચાલક ફરાર, CCTVમાં કેદ થયેલી ઘટના

જાલોરના સાંચોર વિસ્તારમાં પરિવાર દુકાને ખરીદીમાં વ્યસ્ત હતો ત્યારે બેફામ સ્કોર્પિયો ધસી આવી, બાળકનું ઘટનાસ્થળે જ મોત, માતાના કાળજાના કટકા ગુમાવતા આક્રંદ

જાલોર (રાજસ્થાન) તા.૨૭ : રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોરમાંથી હૃદયદ્રાવક માર્ગ અકસ્માતના CCTV સામે આવ્યા છે. રમતા-રમતા રસ્તા પર આવી ગયેલા માસૂમ બાળકને એક બેફામ સ્કોર્પિયો કાર ચાલકે કચડી નાખ્યું અને લગભગ 10 થી 15 ફૂટ સુધી ઘસડીને ફરાર થઈ ગયો.

 

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, પરિવાર દુકાન પાસે ખરીદીમાં વ્યસ્ત હતો ત્યારે બાળક રમતું રમતું રસ્તા પર જઈ ચડ્યું હતું. તેજ ગતિએ આવી રહેલી સ્કોર્પિયોએ તેને અડફેટે લીધું. ટક્કર માર્યા બાદ પણ ચાલકે ગાડી ઉભી રાખી નહોતી.

 

અકસ્માત એટલો ભયાનક હતો કે બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ દ્રશ્ય જોઈને માતા ચોધાર આંસુએ રડતી રહી, સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ. આસપાસના લોકોએ તરત જ બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.

 

ઘટના નજીકના CCTVમાં કેદ થઈ ગઈ છે. પોલીસે CCTVના આધારે સ્કોર્પિયોની ઓળખ કરી તપાસ શરૂ કરી છે અને ફરાર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(2:45 PM IST)