<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

થાણેમાં અરેરાટીભરી ઘટના: મોબાઇલ પર વાત કરતી વખતે બારીની જાળીને અડકતાં જ યુવકને લાગ્યો વીજળીનો ભયાનક આંચકો, કરૂણ મોત

બારીની મેટલ ફ્રેમમાં કરંટ દોડી રહ્યો હોવાની જાણ ન હોવાથી સર્જાય હોનારત; ચાલમાં અચાનક બનેલી ઘટનાથી પરિવારમાં શોકનું મોજું

મુંબઈ, તા.૨૪: મહારાષ્ટ્રના થાણે શહેરમાંથી એક અત્યંત આંચકાજનક અને કરૂણ ઘટના સામે આવી છે, જ્યાં ઘરની અંદર મોબાઇલ પર વાત કરતી વખતે બારીની મેટલ ફ્રેમને સ્પર્શ થઈ જતાં ૨૧ વર્ષીય યુવકનું વિજળીનો કરંટ લાગવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. માનપાડા વિસ્તારમાં આવેલી એક ચાલમાં બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

 

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ મોહિત રાહુલ ભવાર તરીકે થઈ છે. મોહિત ૨૧ સપ્ટેમ્બરે પોતાના ઘરમાં નિશ્ચિંત થઈને ફોન પર વાત કરી રહ્યો હતો. વાતચીત દરમિયાન અજાણતા જ તેનો હાથ ઘરની વિન્ડોની મેટલ ફ્રેમ (લોખંડની જાળી) પર પડી ગયો હતો. બારીની આ ફ્રેમમાં કોઈ શોર્ટ સર્કિટના કારણે વાયરિંગમાંથી કરંટ ઉતરી આવ્યો હતો, જેની મોહિતને સહેજ પણ કલ્પના નહોતી.

 

બારીને અડકતાં જ મોહિતને વીજળીનો જોરદાર આંચકો લાગ્યો હતો અને તે જમીન પર પછડાયો હતો. પરિવારજનો તેને તાત્કાલિક લોહીલુહાણ અને બેભાન હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અકસ્માતે મોત (ADR) નો ગુનો નોંધીને મેટલ ફ્રેમમાં વીજપ્રવાહ કેવી રીતે આવ્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 

(5:54 PM IST)