<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

અસામના શોણિતપુર જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત: 5 લોકોના ઘટનાસ્થળે મોત

રાષ્ટ્રીય ધોરીમાર્ગ-15 પર આવેલા બાલીપારા વિસ્તારમાં એક મુસાફરોથી ભરેલી કાર અને સામેથી આવી રહેલા ટ્રક વચ્ચે સામસામે ભીષણ ટક્કર થઈ

અસામના શોણિતપુર જિલ્લામાંથી એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-15 પર આવેલા બાલીપારા વિસ્તારમાં એક મુસાફરોથી ભરેલી કાર અને સામેથી આવી રહેલા ટ્રક વચ્ચે સામસામે ભીષણ ટક્કર થઈ હતી. આ ગોઝારી દુર્ઘટનામાં કારમાં સવાર પાંચ યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ભયાનક અકસ્માત મોડી રાત્રે સર્જાયો હતો. સાત સીટર પેસેન્જર વાહનમાં સવાર તમામ પાંચ યુવકો ઘોરામારી બતાબરી વિસ્તારના રહેવાસી હતા. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફાટીને બેહાલ થઈ ગયા હતા અને તમામ લોકોના સ્થળ પર જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. મૃતકોની ઓળખ ગોવિંદા હજારીકા, નયન સ્વર્ગિયારી, પાપુ બોરા, પ્રાંજલ બાનિયા અને સંજય મેચ તરીકે થઈ છે.

 

 

ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને બહાર કાઢીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન છોડીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધીને ફરાર ટ્રક ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી દીધી છે અને આ દુર્ઘટના પાછળના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

(11:12 PM IST)