તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 20th May 2026
હનીટ્રેપ ક્વિન શ્વેતા જૈનની ફરી એકવાર ધરપકડઃ વેપારીને બ્લેકમેલ કરી ૧ કરોડ માગ્યા
મધ્ય પ્રદેશનો બહુચર્ચિત હનીટ્રેપ કેસ ફરી એક વાર ચર્ચામાં આવ્યોઃ કેસની મુખ્ય આરોપી શ્વેતા જૈનને ઇન્દોર પોલીસે ફરીથી ધરપકડ કરી

ભોપાલ તા.૨૦: મધ્ય પ્રદેશનો બહુચર્ચિત હનીટ્રેપ કેસ ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. આ કેસની મુખ્ય આરોપી શ્વેતા જૈનને ઇન્દોર પોલીસે ફરીથી ધરપકડ કરી લીધી છે. ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ કાર્યવાહી ભોપાલના મીનાલ રેસિડેન્સીમાં કરી છે, જ્યાંથી શ્વેતા જૈનને ઉઠાવી ઇન્દોર લાવવામાં આવી છે.
આ સમગ્ર મામલો એક દારૂના વેપારી સાથે વસૂલી સાથે જોડાયેલો છે. ઇન્દોરના વેપારી હિતેન્દ્ર ચૌહાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો છે. આરોપ છે કે શ્વેતા જૈન અને તેના સાથીઓએ હિતેન્દ્ર ચૌહાણની અમુક ખાનગી પળોના ફોટો મેળવી લીધા હતા.
આ ફોટોને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી વેપારી પાસેથી ૧ કરોડની ડિમાન્ડ કરી હતી. પોલીસે આ મામલાને ગંભીરતાથી લેતા તરત એક્શન લીધી અને શ્વેતા જૈનને તેના ભોપાલ સ્થિત ઘરમાંથી દબોચી લીધી હતી.
આ હાઈ પ્રોફાઇલ વસૂલીના કેસમાં ખાલી શ્વેતા જૈન જ નહીં પણ કેટલાય અન્ય લોકો પણ સામેલ હતા. પોલીસે શ્વેતા સાથે એક મહિલા તસ્કર, તેનો દીકરો અને એક પ્રોપર્ટી ડીલરની પણ ધરપકડ કરી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ટોળકીમાં પોલીસની ઇન્ટેલિજન્સ શાખામાં તૈનાત એક હેડ કોન્સ્ટેબલ પણ સામેલ છે. પોલીસે તેની પણ ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી દીધી છે.
શ્વેતા જૈનનું નામ વર્ષ ૨૦૧૯માં પહેલી વાર સામે આવ્યું હતું. તે સમયે મધ્ય પ્રદેશના સૌથી મોટા હનીટ્રેપ કૌભાંડનો ખુલાસો થયો હતો. શ્વેતાને આ આખા કાંડની મુખ્ય આરોપી માનવામાં આવતી હતી. એ દરમ્યાન કેટલાય મોટા નેતા અને વગદાર અધિકારીઓને બ્લેકમેલ કરવાના ગંભીર આરોપ લાગ્યા હતા. કેટલાય વર્ષો બાદ ફરીથી આ જ રીતના નવા કેસોમાં પોલીસે તેને ઘેરી લીધી છે. હાલમાં ઇન્દોરમાં તેની સાથે સઘન પૂછપરછ ચાલી રહી છે
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
