તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
હોલિવૂડ અભિનેતા રસેલ બ્રાન્ડને બળાત્કાર અને જાતીય શોષણના ગુનામાં સાડા દસ વર્ષની જેલની સજા
ચાર મહિલાઓ સામેના જાતીય ગુના સાબિત થતાં બ્રિટનની અદાલતનો ચુકાદો; લોકપ્રિય અભિનેતા હવે જેલમાં

લંડન : બ્રિટનના જાણીતા અભિનેતા અને કોમેડિયન રસેલ બ્રાન્ડને બળાત્કાર અને જાતીય શોષણના ગુનાઓમાં લંડનની સાઉથવર્ક ક્રાઉન કોર્ટે ૯ નવેમ્બરે ૧૦ વર્ષ અને ૬ મહિનાની કેદની સજા ફટકારી છે.
વર્ષ ૨૦૦૪થી ૨૦૦૯ દરમિયાન ચાર મહિલાઓ સાથે બનેલી ઘટનાઓ અંગે તેમને એક બળાત્કાર અને ત્રણ જાતીય શોષણના ગુનામાં દોષિત ઠરાવવામાં આવ્યા હતા. બ્રિટનની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે સજાની સત્તાવાર પુષ્ટિ કરી છે.
સરકારી વકીલોએ જણાવ્યું કે પ્રસિદ્ધિ અને પ્રભાવનો દુરુપયોગ કરીને ગુના આચરવામાં આવ્યા હતા.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
