<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

HIV પોઝિટિવ વ્‍યક્‍તિએ બહાર પાડી લગ્ન માટે જાહેરખબર, બમ્‍પર રિસ્‍પોન્‍સ મળ્‍યો

HIV પોઝિટિવ હોવાની વાત છુપાવવાને બદલે રાહુલ ખંગવાલે મેટ્રિમોનિયલ સાઇટ પર પ્રામાણિકતાથી પોતાની સ્‍થિતિ જાહેર કરી : પ્રેમ અને સમજણની અપેક્ષા સાથે આપેલી આ જાહેરાત સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થઈ અને અનેક મહિલાઓ તેમજ લોકોએ તેની હિંમત અને ઈમાનદારીના વખાણ કર્યા

નવી દિલ્‍હી તા.૨૨: લગ્નની ઇચ્‍છા ધરાવતા યુવકો મોટા ભાગે પોતાના ગુણોનાં ગુણગાન કરતી જાહેરખબર આપતા હોય છે. પોતાના દેખાવથી લઈને કમાણી અને સોશ્‍યલ સ્‍ટેટસની વાત એમાં લખાય છે અને કેવી જીવનસાથી જોઈએ છે એની સ્‍પષ્ટતાઓ કરે છે. જોકે એક મેટ્રિમોનિયલ સાઇટ પર રાહુલ ખંગવાલ નામના યુવાને લગ્નવિષયક જાહેરાતમાં પ્રામાણિકતાથી પોતે હ્યુમન ઇમ્‍યુનોડેફિશ્‍યન્‍સી વાઇરસ (HIV)નું ઇન્‍ફેક્‍શન ધરાવે છે એવું જણાવ્‍યું હતું. તેણે પોતાની સ્‍થિતિ છુપાવવાને બદલે પૂરી ઈમાનદારીથી લખ્‍યું હતું, ‘હું HIV પોઝિટિવ છું, પણ નિયમિત દવા લઉં છું અને સંપૂર્ણ સ્‍વસ્‍થ જીવન જીવી રહ્યો છું. હું પર્ફેક્‍ટ નથી પરંતુ પ્રામાણિક, સમજદાર અને પ્રેમાળ છું. જો તમે મારો સ્‍વીકાર કરી શકો તો સાથે મળીને એક સુંદર જિંદગી જીવી શકાય એમ છે. હું મારા પાર્ટનર પાસેથી પ્રેમ અને સમજણ ઇચ્‍છું છું, સહાનુભૂતિ નહીં.'એ મેરેજ-બ્‍યુરોએ રાહુલની જાહેરાતને સોશ્‍યલ મીડિયા પર પણ પોસ્‍ટ કરી હતી જેમાં તેની ડિગ્રી, કમાણી, ફોટો અને ફોન-નંબર સહિત બધું જ લખેલું હતું. નવાઈની વાત એ છે કે આ પોસ્‍ટ પછી રાહુલને ઘણી મહિલાઓ તરફથી જબરદસ્‍ત રિસ્‍પોન્‍સ મળ્‍યો. રાહુલની આ જાહેરાત વાઇરલ થયા પછી અનેક લોકોએ તેની હિમતનાં વખાણ કર્યાં. કેટલાય લોકોએ લખ્‍યું હતું કે સાચું બોલનારા લોકો આજે પણ છે, રાહુલ આપ અકેલે નહીં હો.

(3:20 PM IST)