<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

સ્પેનમાં મકાનોના અસહ્ય ભાડાં સામે ૧૪ વર્ષ પછી ઐતિહાસિક દેશવ્યાપી હડતાળ : બંદરો અને મોટરકાર કારખાનાંમાં કામકાજ ઠપ થવાનો દાવો

રાજધાની મેડ્રિડમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ, એકની ધરપકડ : યુવાનોનો લગભગ આખો પગાર ઘરભાડામાં ખર્ચાઈ જતો હોવાનો અહેવાલ

મેડ્રિડ, તા. ૧૧ : યુરોપના સ્પેનમાં મકાનોના વધતા ભાડાં અને રહેઠાણની અછત સામે બુધવારે દેશવ્યાપી હડતાળ શરૂ થઈ છે. દેશનાં બે મોટાં મજૂર સંગઠનો સહિત વિવિધ સંસ્થાઓએ ૧૪ વર્ષ પછી સંયુક્ત રીતે આવી હડતાળને સમર્થન આપ્યું છે.

 

મજૂર સંગઠનોના દાવા મુજબ બંદરો અને મોટરકાર ઉદ્યોગમાં હડતાળની ભાગીદારી ૯૦ ટકા સુધી પહોંચી છે.

 

મેડ્રિડના મુખ્ય જથ્થાબંધ બજાર નજીક પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે એક વ્યક્તિની ધરપકડની પુષ્ટિ કરી છે.

 

સ્પેનની મધ્યસ્થ બેન્કના અંદાજ મુજબ દેશમાં લગભગ સાડા સાત લાખ મકાનોની અછત છે. યુવા પરિષદના આંકડા મુજબ સરેરાશ ઘરભાડું યુવાનના માસિક પગારના લગભગ ૯૯ ટકા જેટલું છે.

 

૨૯ નવેમ્બરે યોજાનારી સંસદીય ચૂંટણી પહેલાં આ આંદોલન રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ બન્યું છે.

 

સ્થાનિક સમય મુજબ બુધવારે મધરાતથી હડતાળ શરૂ થઈ હતી. 

(4:58 PM IST)