તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
હિન્દુસ્તાન યુનિલિવરે ૩ થી ૫ ટકાનો ભાવવધારો કર્યો
ઓછી કિંમતના સેશેમાં પ્રમાણ ઘટાડ્યું મોટા પેકમાં ભાવવધારો અમલી

હિન્દુસ્તાન યુનિલિવર ક્રૂડ ઓઈલ સંબંધિત રો મટીરિયલના ભાવમાં વધારાને કારણે ઓછી કિમતના સેશેમાં વસ્તુનું પ્રમાણ ઘટાડી રહી છે અને બીજી તરફ મોટા પેકમાં ધીમી ગતિએ ભાવવધારો અમલી બનાવી રહી હોવાનું કંપનીના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર નિરંજન ગુપ્તાએ પરિણામ બાદ કોન્ફરન્સ કોલમાં કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી યુદ્ધને કારણે કંપનીનો ખર્ચ ૮-૧૦ ટકા વધ્યો છે જેને કારણે ૩-૫ ટકા ભાવવધારો કર્યો છે.
એચયુએલના સીઈઓ અને એમડી પ્રિયા નાયરે કહ્યું હતું કે મિડલ ઈસ્ટમાં ઊભી થયેલી વર્તમાન પરિસ્થિતિમાંથી સાંગોપાંગ બહાર આવીશું તેવો અમને વિશ્વાસ છે. આથી અમે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટેનું ગાઈડન્સ ૨૦૨૫-૨૬ કરતાં વધારે રહેશે તેવો અમને વિશ્વાસ છે. વોલ્યૂમ આધારીત ગ્રોથ જોવા મળશે અને એફએમસીજીમાં નં.૧નું સ્થાન જાળવી રાખવાની અમારી પ્રાથમિક્તા છે.
તાજેતરમાં એચયુએલે સાબુના ભાવમાં વધારો કર્યો છે અને રો મટીરિયલ તથા પેકેજિંગ ખર્ચનો કેટલોક બોજ ગ્રાહકો પર નાખ્યો છે. એફએમસીજી ઈન્ડસ્ટ્રીએ ૨-૫ ટકા ભાવવધારાનો સંકેત આપ્યો જ હતો અને બીજી તરફ પેકની સાઈઝ પણ ઘટાડવાનો સંકેત આપ્યો હતો. રો મટીરિયલ અને ક્રૂડ સંબંધિત પેકેજિગ ખર્ચ ૧૫-૨૦ ટકા વધી ગયો હોવાથી તેમણે આ ભાવવધારો કરવો પડશે તેમ તેમણે કહ્યું છે. એફએમસીજી જાયન્ટ એચયુએલે ઈરાન યુદ્ધને કારણે તેના ખર્ચમાં ૮-૧૦ ટકા વધારો થયો તે સાથે જ વિવિધ પ્રોડક્ટ કેટેગરીમાં ૨-૫ ટકાનો ભાવવધારો કરી જ નાખ્યો છે.
એચયુએલને હોમ કેર સેગમેન્ટમાં સૌથી વધુ અસર થઈ છે અને આ સેગમેન્ટમાં જે તેણે ભાવવધારો અમલી બનાવી દીધો છે. પર્સનલ કેર અને બ્યૂટી-વેલ બીઈંગમાં પણ ભાવવધારો કર્યો છે. ખાદ્યચીજો પર ખાસ અસર થઈ નથી અને ઊલટું, ચામાં ડિફલેશન જોવાયો છે.
માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો ખર્ચ ૮ ટકા વધીને રૂા.૧૨,૯૩૪ કરોડ થયો હતો. કંપનીનો નેટ પ્રોફિટ ૨૧્રુ વધ્યો છે તેમ છતાં એબિટા માર્જિન ૧ ટકા ઘટ્યો છે, જે દર્શાવે છે કે કંપનીને ખર્ચ નડી ગયો છે.
નાયરે કહ્યું હતું કે ડિટરજન્ટ, સાબુ, શેમ્પૂ, ચા, વગેરે બેઝીક કેટેગરીમાં કેટલીક માંગ તો રહેવાની જ છે. આથી તેમાં ભાવ અને વોલ્યૂમમાં વધ-ઘટ થતી રહેશે. કેટલાકમાં વોલ્યૂમ આધારીત ગ્રોથ પર કંપની આધાર રાખશે અને કેટલાકમાં ભાવ આધારીત ગ્રોથ પર આધાર રાખશે.
એકંદરે માંગ સ્થિર હોવાનું તેમણે કહ્યું હતું. અનિヘતિતાના માહોલમાં પણ કંપની નાણાકીય સ્થિતિ, સ્કેલ, અને ઓપરેશનલ ફલેક્સિબિલિટીમાં મજબૂત બનીને ઊભરી છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
