તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
આગ્રાની હોટલમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પતિએ પત્નીને હોટલના રૂમમાં પ્રેમી સાથે રંગેહાથ પકડી, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
"મારી સામે ઘરેલું હિંસાનો ખોટો કેસ કર્યો અને અહીં રંગરેલિયા મનાવે છે..." હોટલની લોબીમાં જ પતિ ચોધાર આંસુએ ચિલ્લાયો, ભારે હોબાળા બાદ પોલીસ દોડી ગઈ

આગ્રા, તા. 14 જુલાઈ: ઉત્તર પ્રદેશના તાજ નગરી આગ્રામાં એક ગેસ્ટ હાઉસની અંદર હૃદય કંપાવી દેનારો અને ભારે નાટકીય હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. અહીં એક પતિએ તેની પત્નીને તેના કથિત પ્રેમી સાથે એક હોટલના રૂમમાં વાંધાજનક હાલતમાં રંગેહાથ પકડી પાડી હતી. આ મુકાબલો એટલો ઉગ્ર બન્યો હતો કે ગેસ્ટ હાઉસની લોબીમાં જ પતિ-પત્ની અને પ્રેમી વચ્ચે જોરદાર મારામારી અને દલીલો શરૂ થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધો હતો, જે હવે સોશિયલ મીડિયા પર દાવાનળની જેમ વાયરલ થઈ રહ્યો છે.
દીકરીના કામનું બહાનું કાઢી પત્ની પહોંચી હોટલ
મળતી માહિતી મુજબ, આ ઘટના ન્યૂ આગ્રા વિસ્તારમાં બની હતી. પિડીત પતિ ચાંદીનો વેપાર કરે છે અને તેને છેલ્લા ઘણા સમયથી પત્નીની હિલચાલ પર શંકા હતી. સોમવારે બપોરે પત્નીએ ઘરમાં એવું બહાનું કાઢ્યું કે તે તેમની દીકરીના કોઈ કામ માટે બહાર જઈ રહી છે. પરંતુ, શંકાસ્પદ પતિએ તેનો પીછો કરવાનું નક્કી કર્યું. પત્ની ઘરથી સીધી ન્યૂ આગ્રાના એક ગેસ્ટ હાઉસ પહોંચી, જ્યાં તેનો પ્રેમી પહેલાથી જ રૂમ બુક કરાવીને તેની રાહ જોઈ રહ્યો હતો. પત્નીને પ્રેમી સાથે રૂમમાં જતા જોઈને પતિનો પિત્તો ગયો હતો અને તેણે રૂમનો દરવાજો ખખડાવી બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા.
લોબીમાં સર્જાયો ભારે હોબાળો, ભીડ એકઠી થઈ
રૂમની બહાર નીકળતા જ પતિનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. તેણે ગેસ્ટ હાઉસની લોબીમાં જ પત્ની અને તેના પ્રેમી પર આરોપોનો વરસાદ શરૂ કર્યો હતો. વાયરલ વીડિયોમાં પતિ રડતા રડતા આક્રોશપૂર્વક કહેતો સંભળાય છે કે, "આ મહિલાએ પોતાના લફરાં છુપાવવા માટે મારી સામે કોર્ટમાં ઘરેલું હિંસાનો ખોટો કેસ દાખલ કર્યો છે! મને હેરાન કરે છે અને પોતે અહીં હોટલોમાં ફરે છે." આ હોબાળો જોઈને હોટલ સ્ટાફ અને આજુબાજુના લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. પરિસ્થિતિ બેકાબૂ બનતા હોટલ સંચાલકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
૩ કલાકના હાઈડ્રામા બાદ મામલો થાળે પડ્યો
ન્યૂ આગ્રા પોલીસ સ્ટેશનના પ્રભારી (SHO) નિશમક ત્યાગી પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ત્રણેય પક્ષોને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. પોલીસ મધ્યસ્થી દરમિયાન બંને પક્ષો વચ્ચે આશરે ત્રણ કલાક સુધી ઉગ્ર ચર્ચા અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ ચાલ્યા હતા. જોકે, આખરે લાંબી સમજાવટ બાદ પતિ-પત્ની પરસ્પર સમજૂતી કરીને મામલો થાળે પાડવા સંમત થયા હતા. બંને પક્ષે કોઈ લેખિત ફરિયાદ ન નોંધાવતા પોલીસે કોઈ કાનૂની ગુનો દાખલ કર્યો નથી, પરંતુ આ કિસ્સો આખા શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
