<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

મુંબઈની લક્ઝરી હોટેલમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ: મરાઠી ફિલ્મની જાણીતી અભિનેત્રી સહિત બે યુવતીઓનું રેસ્ક્યુ

ગિરગામની હોટેલમાં ક્રાઈમ બ્રાંચના દરોડાથી મનોરંજન જગતમાં ખળભળાટ, વેશ્યાવૃત્તિ માટે મજબૂર કરાયેલી અભિનેત્રીઓને પોલીસે સુરક્ષિત બહાર કાઢી

મુંબઈ  : મુંબઈ પોલીસે શનિવારે ગિરગામ વિસ્તારની એક લક્ઝરી હોટેલમાં બાતમીના આધારે દરોડો પાડીને મોટા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ચોંકાવનારી કાર્યવાહીમાં પોલીસે મરાઠી ફિલ્મની એક જાણીતી લીડ એક્ટ્રેસ અને અન્ય એક યુવતીને વેશ્યાવૃત્તિના દલદલમાંથી મુક્ત કરાવી છે. આ રેકેટ ચલાવનાર મુખ્ય સૂત્રધારની અટકાયત કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે ચકચાર જગાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે ગિરગામની આ હોટેલમાં મોડેલિંગ અને ફિલ્મ ક્ષેત્રની યુવતીઓને લાલાચ આપીને હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસે ગ્રાહક બનીને સંપર્ક સાધ્યા બાદ છટકું ગોઠવ્યું હતું. દરોડા દરમિયાન, મરાઠી ફિલ્મોમાં કામ કરતી એક્ટ્રેસની હાજરી મળતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. હાલ બંને યુવતીઓને રેસ્ક્યુ કરીને સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ સોશિયલ મીડિયા અને મધ્યસ્થીઓ દ્વારા ધનિક ગ્રાહકોને સંપર્ક કરાવતા હતા. આ ગેંગ લાંબા સમયથી મુંબઈની અનેક હોટેલોમાં આ પ્રકારનું નેટવર્ક ચલાવી રહી હોવાની આશંકા છે. પોલીસ હવે આ રેકેટના અન્ય સભ્યો અને તેમાં સંડોવાયેલા અન્ય મોટા માથાઓની શોધખોળ કરી રહી છે. તમામ દસ્તાવેજો અને મોબાઈલ ડેટાની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે.

આ ઘટના બાદ બોલિવૂડ અને મરાઠી ફિલ્મ જગતમાં સુરક્ષા અને યુવતીઓના શોષણ અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. પોલીસ હવે આ બાબતે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે અને હોટેલ સંચાલકોની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવશે. આ મામલામાં વધુ ધરપકડો થવાની શક્યતા છે અને વહેલી તકે ચાર્જશીટ દાખલ કરીને આરોપીઓને કડક સજા અપાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

(11:10 AM IST)