News of Saturday, 16th May 2026
‘દવા બજાર બંધ' સંદર્ભે મુંબઇમાં હાઇલેવલ મિટીંગ ચાલુ
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં કેમીસ્ટ એસો.ના રાષ્ટ્રીય- રાજયકક્ષાના હોદેદારો હાજર

રાજકોટ તા.૧૬: ૨૦ મે ૨૦૨૬ બુધવારના દેશવ્યાપી ‘‘દવા બજાર બંધ'' સંદર્ભે હાલ બપોરે એકાદ વાગ્યાથી મુંબઇ ખાતે કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ડીપાર્ટમેન્ટના કેન્દ્રીય મંત્રીશ્રી પીયુષ ગોયલ સાથે કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસોસીએશનના રાષ્ટ્રીય- રાજયકક્ષાના હોદેદારોની મિટીંગ ચાલી રહી હોવાનું ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ ઓફ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસોસીએશન (FGSCDA)ના પ્રમુખ શ્રી જશવંતભાઇ (જશુભાઇ) પટેલે અકિલાને જણાવ્યુ હતું.
ડીમ્ડ ડીસ્કાઉન્ટ સંદર્ભેની મેટર કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી હેઠળ આવતી હોય છે. મિટીંગમાં ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ (AIOCD)ના પ્રેસીડેન્ટ શ્રી જે.એસ. શીંદે, ઓનરરી જનરલ સેક્રેટરી શ્રી રાજીવ સિંઘલ, ગુજરાત કેમીસ્ટર એન્ડ ડ્રગીસ્ટસ ફેડરેશન (FGSCDA)ના પ્રમુખશ્રી જશુભાઇ પટેલ, દિલ્હીથી રીટેલ ડ્રગ કેમીસ્ટસ એસોસીએશન (RDCA)ના શ્રી યશ અગ્રવાલ, મહારાષ્ટ્રથી RDCAના શ્રી પ્રશાંત દાનવે સહિતના માંધાતાઓ કેન્દ્રીય મંત્રી શ્રી પીયુષ ગોયલ સાથે મિટીંગમાં જોડાયા હતા. બંધ સંદર્ભેની વિવિધ માંગણીઓની વિસ્તૃત ચર્ચા મિટીંગમાં કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા શું પ્રતિભાવ આપવામાં આવશે તેની ઉપર સમગ્ર દેશની દવા બજારની મીટ મંડાઇ છે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
