News of Thursday, 18th June 2026
મમતા બેનર્જીને હાઈકોર્ટનો મોટો ઝટકોઃ બળવાખોર ધારાસભ્ય ઋતબ્રત બેનર્જી જ રહેશે વિપક્ષના નેતા
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે ગરમાવોઃ સ્પીકરના નિર્ણય પર વચગાળાનો સ્ટે આપવાનો કોર્ટનો ઇનકાર

કલક્તા, તા.૧૮: પヘમિ બંગાળમાં વિધાનસભાથી લઈને સંસદ સુધી બળવાનો સામનો કરી રહેલા મમતા બેનર્જીને કોલકાતા હાઈકોર્ટ તરફથી મોટો રાજકીય ફટકો પડ્યો છે. તળણમૂલ કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય ઋતાબ્રત બેનર્જીને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના સ્પીકરના નિર્ણય પર વચગાળાનો સ્ટે મૂકવાની મમતા છાવણીની અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે પુષ્ટિ કરી છે કે ઋતાબ્રત બેનર્જી જ વિપક્ષના નેતા પદે રહેશે, જેનાથી હવે તેઓ ગુરુવારથી શરૂ થઈ રહેલા બજેટ સત્રમાં આ પદ પરથી ભાગ લઈ શકશે.
પヘમિ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં વ્પ્ઘ્એ ૮૦ બેઠકો મેળવી હતી, જેના આધારે મુખ્ય વિપક્ષી પક્ષ તરીકે વિપક્ષના નેતાનું પદ મેળવવાનો તેમનો હક હતો. મમતા બેનર્જીના વફાદાર અને વરિષ્ઠ ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપાધ્યાયને પક્ષના નેતળત્વએ આ પદ માટે ભલામણ કરી હતી. જોકે, ઋતાબ્રત બેનર્જીના જૂથે આ પ્રક્રિયા સામે બળવો કર્યો હતો. બાદમાં સ્પીકરે ઋતાબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપતા, શોભનદેવ ચટ્ટોપાધ્યાયે આ નિર્ણયને બંધારણીય સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ટીએમસીની દલીલ હતી કે સ્પીકરે પક્ષના સત્તાવાર વ્હીપ અને નિર્ણયને અવગણીને માત્ર એક જૂથના બળ પર આ નિર્ણય લીધો છે.
બુધવારે આ કેસની સુનાવણી દરમિયાન કોલકાતા હાઈકોર્ટે સ્પીકરની કાર્યપદ્ધતિ પર પણ ગંભીર ટિપ્પણીઓ કરી હતી. અદાલતે જણાવ્યું હતું કે કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ, સ્પીકરે આખરી નિર્ણય લેતા પહેલા તમામ સંબંધિત પક્ષોની દલીલો સાંભળવી જોઈતી હતી. કોર્ટે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે શું માત્ર સહીઓ બનાવટી હોવાના આરોપોના આધારે મૂળ પ્રસ્તાવ રદ થઈ શકે? અને શું સ્પીકર દાવાઓની સંપૂર્ણ તપાસ કર્યા વિના સ્વતંત્ર રીતે બહુમતી નક્કી કરી શકે છે? આ તમામ સવાલો વચ્ચે કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો, પરંતુ આખરે મમતા છાવણીને કોઈ વચગાળાની રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે.
હાઈકોર્ટના આ ચુકાદા બાદ મમતા બેનર્જી માટે રાજકીય સંકટ ઘેરૂ બન્યું છે. ગુરુવારથી શરૂ થઈ રહેલા વિધાનસભાના બજેટ સત્રમાં હવે ઋતાબ્રત બેનર્જી સત્તાવાર રીતે વિપક્ષના નેતા તરીકે ગળહમાં બેસશે. હાલમાં વિધાનસભામાં મમતા બેનર્જી સામે લગભગ ૬૦ ધારાસભ્યો બળવાખોર જૂથ સાથે હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે. એટલું જ નહીં, આ આંતરિક બળવો માત્ર રાજ્ય પૂરતો સીમિત નથી; લોકસભામાં પણ ટીએમસીના ૨૦ સાંસદોએ અલગ પક્ષ રચીને કેન્દ્રની એનડીએ સરકારને સમર્થન જાહેર કરી દીધું હોવાથી મમતા બેનર્જી ચારેય તરફથી રાજકીય વ્યુહરચનામાં ઘેરાયા છે.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
