તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
લશ્કરના ટોપ કમાન્ડર હાશિમ મૂસાના મોત બાદ કાશ્મીરમાં હાઈ એલર્ટ: કટારાથી કાશ્મીર ખીણ સુધી ઝડબેસલાક સુરક્ષા બંદોબસ્ત
નવરાત્રિ દરમિયાન વૈષ્ણોદેવી ધામમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવશે :અનેક જિલ્લાઓમાં સુરક્ષાકર્મીઓની વધારાની તૈનાતી, વધારાની ચેકપોસ્ટ અને મહત્વના માર્ગો પર સુરક્ષા વાહનો વધારાયા

શ્રીનગર: કાશ્મીરમાં લશ્કરે તોયબાના ટોપ કમાન્ડર હાશિમ મૂસાના મોત બાદ સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. અધિકારીઓને આશંકા છે કે આતંકી જૂથો આ ઘટનાનો બદલો લેવા કોઈ મોટી હરકત કરી શકે છે. ગુપ્તચર તંત્રને મળેલા કેટલાક સંદેશાઓ બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.
કેન્દ્રશાસિત પ્રદેશના અનેક જિલ્લાઓમાં સુરક્ષાકર્મીઓની વધારાની તૈનાતી, વધારાની ચેકપોસ્ટ અને મહત્વના માર્ગો પર સુરક્ષા વાહનો વધારવામાં આવ્યા છે. શ્રીનગરને અન્ય જિલ્લાઓ સાથે જોડતા રસ્તાઓ પર પણ લોકો અને વાહનોની અવરજવર પર કડક નજર રાખવામાં આવી રહી છે.
નવરાત્રિ દરમિયાન કટડાના માતા વૈષ્ણોદેવી ધામમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવવાની શક્યતા હોવાથી ત્યાં ખાસ સમીક્ષા કરાઈ છે. શહેર, યાત્રામાર્ગ, પાર્કિંગ વિસ્તાર, સેવા કેન્દ્રો તથા પ્રવેશ-નિર્ગમ સ્થળોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
