<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

હીરો મોટોકોર્પે ભારતની પહેલી Flex Fuel મોટરસાઇકલ પરથી પરદો હટાવ્યો

પોપ્યૂલર કમ્યૂટર બાઇક્સ Splendor+ અને HF Deluxeનું Flex Fuel વર્ઝન લોન્ચ : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી અને કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીની હાજરીમાં આ બાઇક્સનું અનાવરણ

નવી દિલ્હી : હીરો મોટોકોર્પે દેશમાં સ્વચ્છ અને આત્મનિર્ભર મોબિલિટીને પ્રોત્સાહન આપવાની દિશામાં મોટું પગલું ભરતા પોતાની પહેલી Flex Fuel મોટરસાઇકલ પરથી પરદો હટાવ્યો છે. કંપનીએ પોપ્યૂલર કમ્યૂટર બાઇક્સ Splendor+ અને HF Deluxeનું Flex Fuel વર્ઝન લોન્ચ કર્યું છે.

નવી દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી અને કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીની હાજરીમાં આ બાઇક્સનું અનાવરણ કરવામાં આવ્યું. કંપની જુલાઈ 2026થી દિલ્હી અને મહારાષ્ટ્રના પસંદગીના વિસ્તારોમાં આ બાઇક્સનું વેચાણ શરૂ કરશે. ત્યારબાદ, દેશભરમાં તબક્કાવાર રીતે આ બાઇક્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. HF Deluxe Flex Fuelની એક્સ-શોરૂમ કિંમત 72,792 રૂપિયા અને Splendor+ Flex Fuelની કિંમત 82,710 રૂપિયા રાખવામાં આવી છે. 

નવી Splendor+ Flex Fuelમાં 97.2 ccનો એન્જિન આપવામાં આવ્યું છે, જે E85 ઈંધણ પર 6.3 kW પાવર અને 8.3 Nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઈક બેઝ મોડલની તુલનામાં વધુ સારું પરફોર્મન્સ આપે છે, એવો દાવો કંપનીએ કર્યો છે. બાઈકમાં Heroની પેટેન્ટેડ i3S આઈડલ સ્ટાર્ટ-સ્ટોપ ટેકનોલોજી, નવું ડિજિ-એનાલોગ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સાઈડ-સ્ટેન્ડ એન્જિન કટ-ઓફ, ટ્યુબલેસ ટાયર અને Flex Fuel સપોર્ટ માટે અપડેટેડ ECU અને ફ્યુઅલ સિસ્ટમ આપવામાં આવી છે. આ બાઈકને નવા Black with Lime Yellow ગ્રાફિક્સ સાથે રજૂ કરવામાં આવી છે.

HF Deluxe Flex Fuelમાં પણ 97.2 cc એન્જિન મળે છે, જે E85 ઈંધણ પર 6.3 kW પાવર અને 8.3 Nm ટોર્ક પેદા કરે છે. તેમાં પણ નવું ડિજિ-એનાલોગ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સાઈડ-સ્ટેન્ડ એન્જિન કટ-ઓફ, ટ્યુબલેસ ટાયર અને Flex Fuel માટે અપડેટેડ ECU અને ફ્યુઅલ સિસ્ટમ આપવામાં આવી છે. આ બાઈકને આકર્ષક Black with Lime Yellow ગ્રાફિક્સ સાથે રજૂ કરવામાં આવી છે. કંપનીનું માનવું છે કે આ મોડલ રોજિંદા ઉપયોગ માટે કિફાયતી અને ઈકો-ફ્રેન્ડલી વિકલ્પ સાબિત થશે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, ભારત ખબ ઝડપથી વૈકલ્પિક ઈંધણ અને સ્વચ્છ પરિવહન ટેક્નોલોજીને અપનાવી રહી છે. સામાન્ય જનતાના બજેટમાં હીરો મોટોકોર્પ દ્વારા ફ્લેક્સ ફ્લૂલ બાઇક લાવવી કાચે તેલની આયાતને ઓછી કરવા, ખેડૂતોને સક્ષમ બનાવવા અને આત્મનિર્ભર ભારત તેમજ વિકસિત ભારતના સપનાને મજબૂત કરવાની દિશામાં એક ખૂબ જ મોટું પગલું છે.

(11:21 PM IST)