તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
શિયાળાની શરૂઆતમાં જ ફાટવા લાગી છે એડીઓ અને હોઠ? જાણો ઘરે જ આસાન ઉપાયોથી કેવી રીતે મેળવવી રાહત
ઠંડીની ઋતુમાં ત્વચા શુષ્ક થવાથી થતી સમસ્યાઓ સામે રક્ષણ મેળવવા અને ત્વચાને મુલાયમ રાખવા માટે નિષ્ણાતો દ્વારા સરળ અને અસરકારક હોમમેઇડ ટિપ્સ

અમદાવાદ :શિયાળાની ઋતુનો પ્રારંભ થતાં જ મોટાભાગના લોકોને ત્વચા સંબંધિત સમસ્યાઓ ઘેરી લેતી હોય છે. ખાસ કરીને ફાટેલા હોઠ અને વાઢિયા (ફાટેલી એડીઓ) ને કારણે લોકો આખી સીઝન પરેશાન રહે છે. તેનાથી માત્ર અસહ્ય દુખાવો જ નથી થતો પરંતુ તે તમારું લુક પણ બગાડે છે. જો તમે પણ દર શિયાળે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો સમયસર કેટલાક સરળ અને અસરકારક ઘરગથ્થુ ઉપાયો અપનાવીને હોઠ અને એડીઓને કોમળ અને સુંદર રાખી શકાય છે.
શિયાળામાં શા માટે ફાટે છે એડીઓ અને હોઠ?
શિયાળામાં હવામાનમાં ભેજનું પ્રમાણ ઘટી જવાથી ત્વચાની કુદરતી ભીનાશ (નમી) ઓછી થઈ જાય છે. ત્વચા શુષ્ક (ડ્રાય) થવાને કારણે એડીઓમાં દરારો પડે છે, જે ઘણીવાર ચાલતી વખતે દુખાવાનું કારણ બને છે. આવું જ કંઈક હોઠ સાથે પણ થાય છે. જો સમયસર સંભાળ રાખવામાં ન આવે તો આ દરારો ઊંડી થઈને ઘાનું સ્વરૂપ લઈ શકે છે.
નારિયેળ તેલમાંથી બનાવો 'ક્રેક હીલ ક્રીમ'
ફાટેલી એડીઓને ફરીથી મુલાયમ બનાવવા માટે ઘરે જ અસરકારક ક્રીમ બનાવી શકાય છે:
બનાવવાની રીત: ૪ ચમચી નારિયેળ તેલમાં ૧ ચમચી પેટ્રોલીયમ જેલી, વિટામિન-ઈ ની કેપ્સ્યુલ અને થોડો કપૂર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
ઉપયોગ કરવાની રીત: રાત્રે સૂતા પહેલાં પગને બરાબર સાફ કરી લો. ત્યારબાદ તૈયાર કરેલી આ હોમમેઇડ ક્રીમ વડે એડીઓ પર હળવા હાથે મસાજ કરો, જેથી ત્વચામાં ઊંડે સુધી નમી પહોંચી શકે.
ફાટેલા હોઠ માટે એલોવેરા જેલ અને પાણી
એલોવેરા જેલ: જો શિયાળામાં તમારા હોઠ વારંવાર ફાટી જતા હોય અને બોલવા કે ખાવામાં તકલીફ પડતી હોય, તો હોઠ પર કુદરતી એલોવેરા જેલ લગાવવું જોઈએ. તે હોઠને ઠંડક અને રાહત આપે છે તથા તેને મુલાયમ બનાવે છે.
પાણીની કમી: ઠંડીની ઋતુમાં તરસ ઓછી લાગવાને કારણે લોકો ઓછું પાણી પીવે છે. પરંતુ શરીરમાં પાણીની અછત (ડીહાઈડ્રેશન) થવી એ પણ હોઠ ફાટવાનું એક મુખ્ય કારણ છે. તેથી શિયાળામાં પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે.
સંવેદનશીલ ત્વચા વાળા લોકો માટે સાવચેતી
દરેક વ્યક્તિની ત્વચાનો પ્રકાર અલગ હોય છે, તેથી તમામ ઘરગથ્થુ ઉપચાર દરેક ત્વચા પર એકસરખી અસર કરતા નથી. કોઈ પણ ઉપાય હોઠ કે એડીઓ પર અજમાવતા પહેલાં નાનો ‘પેચ ટેસ્ટ’ (Patch Test) ચોક્કસ કરવો. જો તમને કોઈ પણ પ્રકારની એલર્જી કે ત્વચા સંબંધિત વધારે પડતી સમસ્યા હોય તો ત્વચારોગ નિષ્ણાત (Dermatologist) ની સલાહ લેવી હિતાવહ છે.
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
