<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

માઉન્ટ આબુમાં આજથી 15 નવેમ્બર સુધી બાંધકામ સામગ્રી લઈ જતાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

દિવાળી વેકેશન દરમિયાન માઉન્ટ આબુમાં વધતા પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો

દિવાળી અને તહેવારોની રજાઓમાં માઉન્ટ આબુમાં પ્રવાસીઓની ભારે ભીડને પગલે વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે , પ્રવાસીઓની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પ્રશાસન દ્વારા કડક પગલાં લેવામાં આવ્યાં હતા આજે તારીખ 6થી 15 નવેમ્બર દરમિયાન બાંધકામ સામગ્રી લઈ જતાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે, સિમેન્ટ, કપચી, ઈંટ, રેતી સહિતની બાંધકામ સામગ્રી લઈ જતાં વાહનોને પ્રવેશ નહીં મળે. દિવાળી વેકેશન દરમિયાન માઉન્ટ આબુમાં વધતા પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે ઇકો સેન્સિટિવ ઝોન (ESZ)ના નોડલ પ્રભારી રાહુલ શ્રીવાસ્તવે આ અંગે સત્તાવાર આદેશ જાહેર કર્યા છે .

ટોલ નાકા પ્રભારી ગજેન્દ્રસિંહને પ્રતિબંધના અમલ માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે  ટોલ નાકા પર વિશેષ દેખરેખ રાખી નિયમોનું કડક પાલન કરાવવાની જવાબદારી સોંપાઈ છે . પર્વતીય વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવવા અને પ્રવાસીઓને અગવડતા ન પડે તે માટે વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.આજે તારીખ 6થી 15 નવેમ્બર સુધી માઉન્ટ આબુમાં બાંધકામ સામગ્રી ભરેલા ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

 

(7:51 PM IST)