<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

બ્રાઝિલમાં ભારે વરસાદનો કહેર: વર્ષો જૂનું વિશાળ વૃક્ષ વચ્ચેથી બે ભાગમાં ફાટીને ધરાશાયી

વૃક્ષના બે ભાગમાં વહેંચાઈ જવાના આ આશ્ચર્યજનક દ્રશ્યો હાલ સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચાનો વિષય બન્યા

બ્રાઝિલમાં પડી રહેલા ભારે વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે કુદરતનો એક અનોખો અને ચોંકાવનારો નજારો સામે આવ્યો છે. અહીં ભારે વરસાદના કારણે વર્ષો જૂનું એક વિશાળ વૃક્ષ અચાનક વચ્ચેથી બે ભાગમાં ફાટીને ધરાશાયી થઈ ગયું હતું. આ અદ્ભુત અને દુર્લભ ઘટનાને જોઈને સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વૃક્ષના બે ભાગમાં વહેંચાઈ જવાના આ આશ્ચર્યજનક દ્રશ્યો હાલ સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચાનો વિષય બન્યા છે અને યુઝર્સ દ્વારા આ વીડિયો ખૂબ જોવામાં આવી રહ્યો છે.

(11:37 PM IST)