તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
ઉત્તરાખંડથી ઉત્તર પ્રદેશ સુધી ભારે વરસાદ પડી શકે: દેશના 18 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી :એલર્ટ જાહેર કરાયું
ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના:બિહાર અને પશ્ચિમ બંગાળમાં 4 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદની આગાહી:કોલકાતા સહિત સમગ્ર પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદનું એલર્ટ

નવી દિલ્હી :દેશના 18 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડથી ઉત્તર પ્રદેશ સુધી ભારે વરસાદ પડી શકે છે, જ્યારે દિલ્હી-NCRમાં અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે.
બીજી તરફ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં 4 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કોલકાતા સહિત સમગ્ર પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદનું એલર્ટ છે. આગામી બે દિવસ દરમિયાન પૂર્વ તથા પશ્ચિમ બર્ધમાન અને બીરભૂમ સહિત ચાર જિલ્લામાં અતિભારે વરસાદ પડી શકે છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
