તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ:ક્ષિપ્રા નદીનું જળસ્તર ઝડપથી વધતાં ઉજ્જૈનના રામઘાટ વિસ્તારની સ્થિતિ ચિંતાજનક
નદીમાં પાણીની આવક વધતા રામઘાટ પાસે આવેલા અનેક નાના મંદિરો પાણીમાં ગરક થઈ ગયા; હોમ ગાર્ડ તેમજ SDRFની ટીમોને ખડેપગે તૈનાત

મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ બાદ ક્ષિપ્રા નદીનું જળસ્તર ઝડપથી વધતાં ઉજ્જૈનના રામઘાટ વિસ્તારની સ્થિતિ ચિંતાજનક બની છે. નદીમાં પાણીની આવક વધતા રામઘાટ પાસે આવેલા અનેક નાના મંદિરો પાણીમાં ગરક થઈ ગયા છે. ક્ષિપ્રા નદીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને હોમ ગાર્ડ તેમજ SDRFની ટીમોને ખડેપગે તૈનાત કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શ્રદ્ધાળુઓને નદીમાં ઉતરતા રોકવામાં આવી રહ્યા છે અને ઘાટ વિસ્તારની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
