તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
કાળઝાળ ગરમી વચ્ચે દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
ઉપગ્રહ, INSAT-3DS એ આકાશમાં 2500 કિલોમીટર સુધી ફેલાયેલા વાદળોના સમૂહને કેદ કર્યો

નવી દિલ્હી :દિલ્હી-એનસીઆરથી લઈને દેશના અનેક રાજ્યોમાં ગરમીથી લોકો ત્રાહિમામ થયા છે. ઘણા રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ છે અને હવામાન વિભાગ સતત હીટવેવની આગાહી કરી રહ્યુ છે. ભારતના હવામાન ઉપગ્રહ, INSAT-3DS એ આકાશમાં 2500 કિલોમીટર સુધી ફેલાયેલા વાદળોના સમૂહને કેદ કર્યો છે. આ વાદળોનો સમૂહ દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા ઉત્તરીય ભારતીય રાજ્યો તરફ આગળ વધી રહ્યો છે. જેને લઇને રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરાઇછે
ભારતના હવામાન ઉપગ્રહ, INSAT-3DSએ લીધેલી થર્મલ ઇન્ફ્રારેડ છબીઓ ઉત્તર અને મધ્ય ભારતના મોટા ભાગોમાં ફેલાયેલા વિશાળ વાદળોના સમૂહને દર્શાવે છે. આ સૂચવે છે કે દેશના ઘણા ભાગોમાં હવામાન પ્રણાલી સક્રિય થઈ રહી છે. જેના કારણે વરસાદ પડશે. સેટેલાઇટ છબીઓમાં દેખાતું આ વાદળોનું જૂથ પાકિસ્તાન અને ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી ઉદ્ભવે છે. જે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાંથી પસાર થાય છે અને પૂર્વ ભારત અને બંગાળની ખાડી પરના વાદળોના જૂથોમાં એકત્ર થઇ જશે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
