તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
દેશના 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી:ઉત્તરાખંડના 5 જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર
પિથોરાગઢ અને નૈનીતાલમાં વરસાદની આગાહી:શાળા-કોલેજો આવતીકાલ સુધી બંધ: ઉત્તર પ્રદેશના 36 જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદનું રેડ એલર્ટ:અનેક વિસ્તારોમાં શાળાઓમાં રજા

નવી દિલ્હી : દેશના અનેક રાજ્યોમાં હાલ ભારે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આજે 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ઉત્તરાખંડના 5 જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. પિથોરાગઢ અને નૈનીતાલમાં વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજો આવતીકાલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે
ઉત્તર પ્રદેશના 36 જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અનેક વિસ્તારોમાં શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. બીજી તરફ બિહારમાં કોસી નદી ગાંડીતૂર બનતા સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જ્યારે ઓડિશામાં ભારે વરસાદને પગલે લગભગ 10 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે અનેક રાજ્યોમાં જનજીવન પ્રભાવિત થયું છે અને તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
