તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
દેશના ૧૪ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, વીજળી અને વાવાઝોડાનો ખતરો; ઉત્તરથી પૂર્વ ભારત સુધી હવામાનનો મિજાજ બગડશે
જમીન ઉપર સાઠ અને અરબી સમુદ્રમાં પાંસઠ કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા; ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી યથાવત રહી

નવી દિલ્હી, તા. ૬ : દેશના ચૌદ રાજ્યોના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ, વીજળી અને ઝંઝાવાતી પવનની સંભાવના દર્શાવાઈ છે. ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન છૂટાછવાયો વરસાદ પડી શકે છે.
અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, બિહાર, પૂર્વ રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, પંજાબ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ તથા પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં ગાજવીજ સાથે પવન ફૂંકાઈ શકે છે.
તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં પવનની ઝડપ પ્રતિ કલાક સાઠ કિલોમીટર સુધી પહોંચી શકે છે. અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં તોફાની પવન પ્રતિ કલાક પાંસઠ કિલોમીટરની ઝડપ પકડી શકે છે. ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તા. ૬થી ૧૨ સપ્ટેમ્બર દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, વીજળી પડવા અને વાહનવ્યવહાર પ્રભાવિત થવાની શક્યતાને પગલે લોકોને સાવચેતી રાખવા જણાવાયું છે.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
