<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના

બિહાર, ઝારખંડ, ઓડિશા અને સિક્કિમમાં ભારે પવન સાથે મુસળધાર વરસાદની ચેતવણી:અસમ, મેઘાલય અને કેરળ જેવા રાજ્યોમાં પણ ભારે વરસાદનો દોર ચાલુ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળના બાકીના ભાગોમાં દસ્તક આપી શકે છે. 13 જૂને બિહાર, ઝારખંડ, ઓડિશા અને સિક્કિમમાં ભારે પવન સાથે મુસળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સિવાય અસમ, મેઘાલય અને કેરળ જેવા રાજ્યોમાં પણ ભારે વરસાદનો દોર ચાલુ રહેશે.

ઉત્તર-પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે. દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ૪૦ થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે, જેનાથી તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રીનો ઘટાડો થશે. રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ સાથે છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે.

(12:39 AM IST)