News of Monday, 22nd June 2026
ક્લાયમેટ ચેન્જને પગલે ૧૩ વર્ષમાં ભારતમાં હીટવેવનાં દિવસો બમણા થયા
હીટવેવનાં દિવસો ૨૦૧૩માં ૧૦૦ હતાં જે હવે ૨૦૦ને પાર : હીટવેવથી ઘઉં, ચોખા, ફળોનું ઉત્પાદન ઘટી રહ્યું છે, પાણીની અછત વધી રહી છે અને મજૂરોની કાર્યક્ષમતા ઘટી રહી છે

નવી દિલ્હી, તા. ૨૨: જળવાયુ પરિવર્તનની અસર હવે ભારતમાં સ્પષ્ટ અને ખૂબ ખતરનાક સ્વરૂપે જોવા મળી રહી છે. દેશમાં પર્યાવરણ, વન્યજીવ અને ને ખૂબ વન્યજીવ અને હવામાનની પેટર્નમાં મોટો ફેરફાર આવી રહ્યાં છે.
સૌથી ચિંતાજનક સ્થિતિ હીટવેવની છે. હીટવેવનાં દિવસોની સંખ્યા સતત વધી રહી છે. જેના કારણે ભારત સામે ગંભીર પર્યાવરણીય પડકારો ઉભા થયા છે. હીટવેવથી ઘઉં, ચોખા, ફળોનું ઉત્પાદન ઘટી રહ્યું છે, પાણીની અછત વધી રહી છે અને મજૂરોની કાર્યક્ષમતા ઘટી રહી છે.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની તરફથી રિપોર્ટ અનુસાર ભારતમાં ક્લાયમેટ ચેન્જને કારણે હીટવેવની ઘટનાઓ સતત વધી રહી છે. જો છેલ્લા ૧૩ વર્ષનાં આંકડાઓ પર નજર નાખવામાં આવે તો ભારતમાં હીટવેવનાં દિવસોની સંખ્યા બેગણી થઈ ગઈ છે. વર્ષ ૨૦૧૩માં ભારતમાં હીટવેવનાં દિવસોની સંખ્યા ૧૦૦ હતી જે હવે વધીને ૨૦૦ને પાર થઈ ગઈ છે.
સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર વર્ષ ૨૦૨૪માં ભારતીય ક્ષેત્રમાં વિક્રમજનક ૫૫૪ હિટવેવ દિવસો જોવા મળ્યા હતાં. જ્યારે વર્ષ ૨૦૨૩માં આ સંખ્યા ૨૩૦ હતી.
એટલે કે ફક્ત એક વર્ષની અંદર જ હીટવેવનાં દિવસોમાં બેગણાથી પણ વધારે ઉછાળો જોવા મળ્યો છે. જે દર્શાવે છે કે ગ્લોબલ વોર્મિગ અને સ્થાનિક હવામાન ફેરફાર કેટલી ઝડપથી ભારતને પોતાની ચપેટમાં લઈ રહ્યું છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર જ્યારે કોઈ વિસ્તારમાં મહત્તમ તાપમાન સામાન્યથી ૪.૫ ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધારે થઈ જાય છે અને આ સ્થિતિ ઓછામાં ઓછા બે દિવસ સુધી બની રહે છે તો તેને હીટવેવ તરીકે ઓળખવામાં આવે છે. મેદાનવાળા વિસ્તારમાં ૪૦ ડિગ્રી સેલ્સિયસ અને પર્વતીય વિસ્તારોમાં ૩૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપરનું તાપમાન હીટવેવની શ્રેણીમાં આવે છે.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
