<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

રાજસ્‍થાનમાં ગરમીએ ૧૫ વર્ષનો રેકોર્ડ તોડયો

જેસલમેર અને બાડમેરમાં દિવસનું તાપમાન ૪૩ ડિગ્રી સેલ્‍સિયસને વટાવી ગયું

જયપુર તા.૨૫: રાજસ્‍થાનમાં સતત બીજા દિવસે ગરમીનો પારો યથાવત રહ્યો. જેસલમેર અને બાડમેરમાં દિવસનું તાપમાન ૪૩ ડિગ્રી સેલ્‍સિયસને વટાવી ગયું, જે છેલ્‍લા ૧૫ વર્ષમાં સપ્‍ટેમ્‍બરનું સૌથી વધુ તાપમાન છે. ગુરુવારે બાડમેરમાં મહત્તમ તાપમાન ૪૩.૬ ડિગ્રી સેલ્‍સિયસ અને જેસલમેરમાં ૪૩.૨ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું. જોધપુર, ચુરુ અને બિકાનેરમાં પણ ૪૦ ડિગ્રી સેલ્‍સિયસથી વધુ તાપમાન નોંધાયું હતું.

બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું ચક્રવાત અર્નબ નબળું પડી ગયું છે. ભારે વરસાદ, અચાનક પૂર અને ભૂસ્‍ખલનનો ખતરો હજુ પણ ઓડિશામાં છે. ગુરુવારે બપોર સુધીમાં ૮,૦૮૨ લોકોને સુરક્ષિત સ્‍થળોએ ખસેડવામાં આવ્‍યા છે.

આગામી ૨૪ કલાકમાં, છત્તીસગઢ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, ઓડિશા અને તેલંગાણામાં ભારે વરસાદ પડવાની શક્‍યતા છે. આ વિસ્‍તારોમાં ૫૦-૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને ભારે પવન ફૂંકાઈ શકે છે.

(9:54 AM IST)