તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
કઠણ કાળજાનો બાપઃ જંગલમાં પત્નીની હત્યા કર્યા બાદ ૨ વર્ષના દીકરાને એકલો મૂકીને ભાગી ગયો
ચારિત્ર્યને લઈ તેને શંકા હતીઃ સુમસાન જગ્યા જોઈ તેણે પત્નીની હત્યા કરી નાખી. આરોપી અહીંથી અટક્યો નહીં પણ તેણે પોતાના ૨ વર્ષના દીકરાને પણ જંગલમાં છોડી મૂક્યો

વિદિશા તા.૬: રાયસેન જિલ્લામાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે, જેણે સૌને ચોંકાવી દીધા છે. જ્યાં એક પતિએ પોતાની પત્નીના માથામાં પથ્થર મારીને હત્યા કરી નાખી. ૨ દિવસ પહેલા તે મોબાઈલ લેવા માટે ઘરેથી નીકળ્યો હતો. તે પોતાની પત્ની જ્યોતિ અને ૨ વર્ષના દીકરાને સાથે લઈ બાઈકથી રવાના થયો હતો, પણ બેગમગંજ તરફ ન જતાં તે વિદિશા જિલ્લાના હૈદરગઢ તરફ ગયો. આ દરમ્યાન જંગલમાં પસાર થતાં વેરાન જગ્યા જોઈ તેણે પત્નીના માથામાં પથ્થરથી હુમલો કરી તેની હત્યા કરી નાખી.
હકીકતમાં જોઈએ તો બેગમગંજના ગામ હીમોતિયામાં રહેનારા રાજેન્દ્ર આહિરવાર પોતાની પત્ની જ્યોતિ પર તેના ચારિત્ર્યને લઈ શંકા કરતો હતો. તેને શંકા હતી કે તેની પત્ની તેનો દગો આપી રહી છે. પછી તે પોતાની પત્ની અને બાળકને લઈ મોબાઈલ લેવા નીકળ્યો અને સુનસાન જગ્યા જોઈ તેણે પત્નીની હત્યા કરી નાખી. આરોપી અહીંથી અટક્યો નહીં પણ તેણે પોતાના ૨ વર્ષના દીકરાને પણ જંગલમાં છોડી મૂક્યો.
આ મામલામાં પોલીસે સક્રિયતા દર્શાવતા રાતમાં જ આરોપીની ધરપકડ કરી લીધી. જ્યારે આરોપીએ જણાવ્યું કે તેણે પોતાના દીકરાને જંગલમાં છોડી દીધો છે. ત્યારે પોલીસના હોશ ઉડી ગયા અને તેને આખી રાત શોધ કરી. આ તલાશી અભિયાનમાં પોલીસે રાયસેન પોલીસની પણ મદદ લીધી.
પોલીસ કપ્તાન રોહિત કાશવાનીએ જણાવ્યું કે બેગમગંજથી લઈ વિદિશાના હૈદરગઢ વિસ્તારમાં કેટલાય કિમીના દાયરામાં પોલીસે એ માસૂમ બાળકને શોધખોળ હાથ ધરી. લગભગ બંને જિલ્લાના ૧૨ ઠેકાણાની પોલીસે આખી રાત શોધખોળ કરી, ત્યારે જતાં સવારના સમયે બાળકને સુરક્ષિત શોધવામાં સફળતા મળી. પોલીસને આ વાતનો ડર હતો કે આખી રાત આ સુનસાન જંગલમાં બાળક સાથે કોઈ અઘટિત ઘટના ન થઈ જાય
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
