તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
નવી મુંબઈમાં ધોધમાર વરસાદ વચ્ચે હૃદયદ્રાવક દુર્ઘટના : બે વિદ્યાર્થીનીઓનું વરસાદી પાણીમાં કરંટ લાગતાં મોત
વરસાદી પાણીમાં જીવતો વીજ વાયર પડી જતાં તેમાં કરંટ પ્રસરી ગયો હતો અને બંને છોકરીઓ તેના સંપર્કમાં આવતા દાઝી

નવી મુંબઈમાં ધોધમાર વરસાદ વચ્ચે હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. સ્કૂલેથી ઘરે પરત ફરી રહેલી બે વિદ્યાર્થીનીઓનું વરસાદી પાણીમાં કરંટ લાગતાં મોત થયું છે.
પ્રાથમિક માહિતી મુજબ વરસાદી પાણીમાં જીવતો વીજ વાયર પડી જતાં તેમાં કરંટ પ્રસરી ગયો હતો અને બંને છોકરીઓ તેના સંપર્કમાં આવતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે, જ્યારે વીજ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
