<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

દિલ્‍હીમાં કાળજું કંપાવતી ઘટનાઃ સરકારી શાળામાં ૧૨માં ધોરણની વિદ્યાર્થીનીનો આગ લગાવીને આપઘાત

સ્‍કૂલના ગાર્ડ રૂમ પાછળ જાતે જ પેટ્રોલ છાંટીને લગાવી દીધી આગઃ ત્રણ પાનાની સુસાઇડ નોટ મળી

નવી દિલ્‍હી, તા.૨૪:  શાહદરા જિલ્લાના કળષ્‍ણ નગર વિસ્‍તારમાં આવેલી એક સરકારી શાળામાંથી અત્‍યંત હચમચાવી નાખતી અને દુઃખદ ઘટના સામે આવી છે. અહીં ૧૨માં ધોરણમાં અભ્‍યાસ કરતી અંદાજે ૧૮ વર્ષીય એક વિદ્યાર્થીની છુપી રીતે સ્‍કૂલ બેગમાં પેટ્રોલની બોટલ ભરીને શાળાના પરિસરમાં પહોંચી હતી. શાળાના ગાર્ડ રૂમ પાછળના વિસ્‍તારમાં તેણે કોઈ અગમ્‍ય કારણોસર આ આત્‍યંતિક પગલું ભરીને પોતાની જાતને આગ લગાવી દીધી હતી. આગ એટલી ભયાનક હતી કે કાળઝાળ લપેટમાં આવી જવાથી આ યુવતીનું ઘટનાસ્‍થળે જ દર્દનાક મોત નીપજ્‍યું હતું, જેના કારણે સમગ્ર શાળા પરિસરમાં અને વિસ્‍તારમાં હાહાકાર મચી ગયો છે.

ઘટનાની જાણ થતાં જ દિલ્‍હી પોલીસ, ફાયર બ્રિગેડ અને વિશેષ ક્રાઈમ સીન ટીમ તાત્‍કાલિક ધોરણે ઘટનાસ્‍થળે દોડી ગઈ હતી. પોલીસે તાત્‍કાલિક અસરથી આખા કેમ્‍પસને સીલ કરીને ફોરેન્‍સિક પુરાવા એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે. પ્રાથમિક તપાસ દરમિયાન મળતકની સ્‍કૂલ બેગ અને આસપાસના વિસ્‍તારમાંથી ત્રણ પાનાની એક રહસ્‍યમય સુસાઈડ નોટ મળી આવી છે, જે આ આત્‍મહત્‍યા પાછળના ચોંકાવનારા કારણો પરથી પડદો ઉંચકી શકે છે. જોકે, પોલીસ દ્વારા હાલમાં કાયદાકીય મર્યાદા અને તપાસની ગોપનીયતા જાળવવા માટે આ સુસાઈડ નોટની વિગતો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.

દિલ્‍હી પોલીસે મળતદેહને પોતાના કબજામાં લઈને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપ્‍યો છે અને આ સનસનાટીભર્યા કેસની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ આત્‍યંતિક પગલું ભરવા પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસે શાળાના સીસીટીવી ફૂટેજની બારીકાઈથી ચકાસણી શરૂ કરી છે

(3:18 PM IST)