<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

ધર્મમાં સાંભળેલું, વ્‍યવહારમાં જોયેલું માનોઃ પૂ.રમેશભાઈ ઓઝા

ન્‍યૂઝીલેન્‍ડના ઓકલેન્‍ડમાં આયોજિત શ્રીમદ્‌ ભાગવત સપ્તાહમાં પૂ.ભાઈશ્રીના સાનિધ્‍યમાં ઉમટતા ભાવિકો

ધોરાજીઃ ન્‍યૂઝીલેન્‍ડનાં ઓકલેન્‍ડ શહેર માં આવેલ શ્રી રાધાકૃષ્‍ણ મંદિરની ૨૫ મી વષે ગાંઠ નિમીતે સાત દિવસીય શ્રીમદ ભગવત સપ્તાહનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે આ શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં વ્‍યાસ પીઠ પર પોરબંદરનાં સાદીપની આશ્રમના  રમેશભાઈ ઓઝા સંગીત શૈલીમાં શ્રીમદ્‌ ભાગવત કથા રસપાનની કરાવે છે   મંદિરના શાસ્‍ત્રીજી દેવરામભાઇ રાવલ એ જણાવેલ કે ૨૦૦૧ માં રાધાકૃષ્‍ણ મંદિર ન્‍યૂઝીલેન્‍ડ નાં ઓકલેન્‍ડ શહેરમાં પુજા અર્ચના કરી શરુ કરવામાં આવેલ ત્‍યારે પુજ્‍ય રમેશભાઈ ઓઝાનાં વરદૂ હસ્‍તે એકતા મંદિર નામ આપવા આવેલ. ન્‍યુઝીલેન્‍ડ સેવાભાવી ડો, સુરેશભાઈ બલર અને ધમેન્‍દ્ર બાબરીયા સહિતનાએ પૂ.રમેશભાઈ ઓઝાના આશીર્વાદ લીધેલ હતા. આતકે ઓકલેન્‍ડ એસોસિયેશન નાં પ્રેસિડેન્‍ટ શાંતીબેન પટેલે સૌને આવાકાર્યા હતા. (તસ્‍વીર-અહેવાલઃ ધર્મેન્‍દ્ર બાબરીયા-ધોરાજી)(૪૦.૧૨)

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા.૮: ન્‍યૂઝીલેન્‍ડના ઓકલેન્‍ડ શહેરમાં પૂ. રમેશભાઈ ઓઝા પૂ.ભાઈશ્રીના વ્‍યાસાસને આયોજિત શ્રીમદ્‌ ભાગવત સપ્તાહમાં ભક્‍તિની સરવાણી વહી રહી છે. વિદેશની ધરતી પર પણ સનાતન ધર્મની પતાકા લહેરાવતા આ ભવ્‍ય આયોજનમાં મોટી સંખ્‍યામાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમુદાય ઉમટી રહ્યો છે.

કથાના ચોથા દિવસે વ્‍યાસપીઠેથી પ્રવચન આપતા પૂ. રમેશભાઈ ઓઝાએ જીવનના ગહન સૂત્રો સમજાવ્‍યા હતા. તેમણે જણાવ્‍યું કે જીવનમાં જ્ઞાન, વૈરાગ્‍ય અને ભક્‍તિનો સમન્‍વય હોવો અત્‍યંત જરૂરી છે. ભાગવત કથા એ માત્ર કથા નથી, પરંતુ ભગવાનનું હૃદય છે. તેથી જ કથા શ્રવણથી દરરોજ નવીન ભક્‍તિ રસનો અનુભવ થાય છે અને જીવનમાં પરિવર્તન આવે છે.

શ્રોતાઓને ધર્મ અને વ્‍યવહાર વચ્‍ચેનો ભેદ સમજાવતા પૂ. રમેશભાઈ ઓઝા પૂ.ભાઈશ્રીએ કહ્યું, ધર્મક્ષેત્રમાં જોયેલી વાતો ઉપર નહીં, સાંભળેલી વાતો ઉપર ભરોસો કરો. કારણ કે ધર્મ શાષો સાંભળવાથી, સંતો અને ગુરુના વચન સાંભળવાથી જ સમજાય છે. આપણે પ્રભુને જોયા નથી, પણ સંતોની વાણી સાંભળીને તેમના પર શ્રદ્ધા કરીએ છીએ.

તેની સામે વ્‍યવહારિક જીવનનું સૂત્ર આપતા તેમણે સ્‍પષ્ટ કર્યું કે, વ્‍યવહારમાં સાંભળેલી વાતો ઉપર નહીં, પરંતુ જાતે જોયેલી વાતો ઉપર જ ભરોસો કરવો જોઈએ. આજના સોશિયલ મીડિયાના યુગમાં અફવાઓ અને સાંભળેલી વાતોથી અનેક ગેરસમજો ઊભી થાય છે. તેથી દુનિયાદારીના કામમાં પ્રત્‍યક્ષ અનુભવ અને લ્લષ્ટિગોચર સત્‍યને જ પ્રમાણ માનવું જોઈએ. આ સૂત્ર અપનાવવાથી જીવનમાં સંબંધો અને વ્‍યવહારો વધુ મજબૂત બને છે.

કથા મંડપમાં ઉપસ્‍થિત ભાવિકો ભાઈશ્રીના આ વચનોથી મંત્રમુગ્‍ધ થયા હતા. વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે પોતાની સંસ્‍કૃતિ અને ધર્મ સાથે જોડાયેલા રહેવાની આ એક સોનેરી તક બની છે. સવારથી સાંજ સુધી ચાલતી કથામાં ભજન, કીર્તન અને પ્રસાદનો પણ ભાવિકો લાભ લઈ રહ્યા છે. આયોજકોના જણાવ્‍યા મુજબ, સમગ્ર સપ્તાહ દરમિયાન ઓકલેન્‍ડનું વાતાવરણ ભક્‍તિમય બની ગયું છે.

ન્‍યૂઝીલેન્‍ડના ઓકલેન્‍ડ શહેરના મહાત્‍મા ગાંધી સેન્‍ટર ખાતે પૂજ્‍ય રમેશભાઈ ઓઝાપૂ.ભાઈશ્રીના વ્‍યાસાસને આયોજિત શ્રીમદ્‌ ભાગવત સપ્તાહમાં અધ્‍યાત્‍મ અને ભક્‍તિનો અદ્વુત સંગમ જોવા મળી રહ્યો છે.

કથા દરમિયાન પ્રવચન આપતા પૂજ્‍ય ભાઈશ્રીએ  કહ્યું કે, આજના તણાવપૂર્ણ જીવનમાં મનનો ખોરાક કથા અને સત્‍સંગ છે. જેમ શરીર માટે અન્ન જરૂરી છે, તેમ મનને સ્‍વસ્‍થ રાખવા માટે કથા-સત્‍સંગ અત્‍યંત આવશ્‍યક છે.

વિદેશમાં વસતા ભારતીય અને ગુજરાતી સમુદાય માટે આ કથા સપ્તાહ પોતાની સંસ્‍કૃતિ સાથે જોડાવાનું અને નવી પેઢીને સંસ્‍કાર આપવાનું માધ્‍યમ બની રહ્યું છે. દરરોજ નવીન ભક્‍તિ રસનો અનુભવ કરાવતી આ કથામાં જ્ઞાન, વૈરાગ્‍ય અને ભક્‍તિનો સમન્‍વય જોવા મળી રહ્યો છે.(તસ્‍વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)

(9:52 AM IST)