News of Saturday, 20th June 2026
હેડલાઇટ પર ભેંસના શિંગડા! બુલેટનું મોડિફિકેશન જોઈને પોલીસ પણ ચોંકી, ફટકાર્યો દંડ

હોશિયારપુર તા.૨૦: પંજાબના હોશિયારપુરમાં એક યુવકે પોતાની બુલેટ મોટરસાઈકલને અલગ અને આકર્ષક લુક આપવા માટે તેની હેડલાઇટ પર ભેંસના શિગડા જેવી ડિઝાઇન બનાવડાવી. બુલેટના આ મોડિફિકેશનનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો અને આ વીડિયો જોત-જોતામાં ઝડપથી વાયરલ થઈ ગયો.
વીડિયો વાયરલ થયા બાદ લોકો બુલેટના આ મોડિફિકેશન પર કોમેન્ટ કરવા લાગ્યા. કેટલાક યુઝરે તેની ક્રિએટિવિટીના વખાણ કર્યા, તો કેટલાકે આ મોડિફિકેશનને ટ્રાફિક માટે જોખમી ગણાવ્યું. જોકે, આ વીડિયો વાયરલ થઈને સીધો પોલીસ પાસે પહોંચી ગયો. પોલીસે આ વાયરલ વીડિયોની નોંધ લીધી અને યુવકની શોધખોળ હાથ ધરી.
હાલ પોલીસે યુવકની મોટરસાઈકલને કબજે કરી લીધી છે અને તેને દંડ પણ ફટકાર્યો છે. આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. ઘણા લોકો કહી રહ્યા છે કે વાહનને આકર્ષક બનાવવું સારી વાત છે, પરંતુ તે ટ્રાફિક નિયમો અને અન્ય વાહનચાલકોની સુરક્ષાને જોખમમાં ન મૂકવું જોઈએ.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
