તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
પ.પૂ. મહંત સ્વામી મહારાજને ૯૩મી જન્મજયંતીના અવસરે લંડનના OVO અરીના વેમ્બલી ખાતે બહુમાનપત્ર અર્પણ

રાજકોટ : પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવન પર ૧૩ ગ્રંથોમાં વિસ્તરેલા, ૮,૮૪૮ પાનાં અને ૨૧,૪૬,૪૪૭ શબ્દો ધરાવતા બળહદ્ જીવનચરિત્રને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા એક જ લેખક દ્વારા લખાયેલા વિશ્વના સૌથી વિસ્તળત જીવનચરિત્ર તરીકે સત્તાવાર માન્યતા આપવામાં આવી છે. સંસ્કળતના વિદ્વાન અને પીએચ.ડી. એવા આદર્શજીવનદાસ સ્વામી દ્વારા લખાયેલું ‘બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ : વિસ્તળત જીવનચરિત્ર' બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી મહારાજના (૧૯૨૧-૨૦૧૬) ૯૪ વર્ષના અસાધારણ જીવન અને તેમના ચિરંજીવ પ્રદાનનું આલેખન કરે છે. આ જીવનચરિત્રમાં પ્રમુખસ્વામી મહારાજના ૧૯૨૧માં થયેલા જન્મથી લઈને ૨૦૧૬માં થયેલા અક્ષરધામગમન સુધીની જીવનયાત્રા આલેખવામાં આવી છે. તેમાં તેમનું આધ્યાત્મિક નેતળત્વ, નમ્રતા, નિઃસ્વાર્થ સેવા અને ભક્તિ તથા વિશ્વભરમાં કરેલાં વ્યાપક સેવાકાર્યોનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. જુલાઈ ૨૦૧૭થી ઑગસ્ટ ૨૦૨૦ સુધીના ૩૮ મહિનાના ગહન સંશોધન અને લેખન દ્વારા આ ગ્રંથશ્રેણી તૈયાર કરવામાં આવી હતી. લંડનના OVO અરીના વેમ્બલી ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ૯૩મી જન્મજયંતીની ઉજવણી દરમિયાન તેમને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સનું પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. અરીનામાં ઉપસ્થિત ૧૧,૦૦૦ લોકો તથા વિશ્વભરમાં લાઇવ વેબકાસ્ટ દ્વારા જોડાયેલા બીજા લાખો લોકો આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા. પ્રમાણપત્ર અર્પણ કરનાર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સના વરિષ્ઠ નિર્ણાયક કાર્લ સૅવિલે જણાવ્યું : એક જ લેખક દ્વારા લખાયેલા સૌથી વિસ્તળત જીવનચરિત્ર માટે આજે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ વતી આ પ્રમાણપત્ર અર્પણ કરવું મારા માટે ખરેખર આનંદ, સૌભાગ્ય અને સન્માનની બાબત છે.
આ સિદ્ધિ અંગે લેખક આદર્શજીવનદાસ સ્વામીએ જણાવ્યું : આ જીવનચરિત્રના લેખક કરતાં જેમનું જીવનચરિત્ર લખાયું છે તેમનું મહત્ત્વ અનંતગણું વધારે છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું જીવન ગહન આધ્યાત્મિકતા, અપાર નમ્રતા અને વૈશ્વિક સંવાદિતા, કરુણા તથા સહાનુભૂતિ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાથી સભર હતું. તેમના દિવ્ય જીવન અને ચિરંજીવ પ્રદાનનું આલેખન કરવું મારા માટે સન્માન અને સૌભાગ્યની બાબત હતી. બી.એ.પી.એસ.ના સંત પૂ. આદર્શજીવનદાસ સ્વામી, પીએચ.ડી., સંસ્કળતના વિદ્વાન છે. તેમણે પૂર્વે મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની પદવી મેળવી હતી. ત્યાર બાદ સંસ્કળતમાં અનુસ્નાતક અભ્યાસ કર્યો હતો અને બે ડૉક્ટરેટની પદવીઓ પ્રાપ્ત કરી છે. તેમણે ૧૭ પુસ્તકો લખ્યાં છે, અન્ય આઠ પુસ્તકોના સહલેખક રહ્યા છે અને ૩૦૦થી વધુ વિશાળ ફલકનાં નાટકો/સંવાદો લખ્યાં છે. ઉલ્લેખનીય છે કે, પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ (૧૯૨૧-૨૦૧૬) ભગવાન સ્વામિનારાયણની આધ્યાત્મિક ગુરુપરંપરાના પાંચમા ગુરુ હતા. તેઓ વિશ્વભરના લાખો લોકો માટે પ્રેરણાસ્રોત હતા. ‘‘બીજાના સુખમાં આપણું સુખ છે'' એ પોતાના જીવનસૂત્રને ચરિતાર્થ કરતાં તેમણે માનવજાતના વ્યાપક કલ્યાણ માટે અન્યની સેવા કરવામાં અને તેમને પ્રેરણા આપવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. વર્ગ, વર્ણ, ધર્મ કે ઉંમરના ભેદ વિના સમાજના તમામ લોકોમાં પ્રેમ, શાંતિ, સંવાદિતા, સદાચાર અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનો પ્રસાર કરવા માટે તેમણે વિશ્વભરમાં વિચરણ કર્યું હતું.
તેમના નેતળત્વમાં BAPS એક આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક અને સામાજિક સેવા સંસ્થા તરીકે વિકસી હતી. જેમાં વિશ્વભરમાં ૧૦ લાખથી વધુ સભ્યો, ૮૦,૦૦૦ સ્વયંસેવકો અને ૫,૦૨૫ કેન્દ્રો હતાં. આપણા સમયના વિશ્વના મહાન આધ્યાત્મિક ગુરુઓમાંના એક તરીકે તેઓ સૌના પ્રેમ અને આદરના પાત્ર બન્યા હતા.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
