તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
રેલવેની ચાદરમાંથી કુર્તો બનાવીને પહેર્યોઃ બિન્દાસ ફરતો દેખાયો
આવા લોકોનું શું કરવું? વીડિયો સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર વાયરલ

નવી દિલ્હી તા.૨૧: હાલમાં જ એક સમાચાર તો તમે સાંભળ્યા હશે અને વાંચ્યા પણ હશે કે રેલવેની એસી ટ્રેનોમાંથી ૧ કરોડથી વધારે રૂપિયાના બેડરોલ આઈટમ (ચાદર, રૂમાલ, ધાબળા અને તકિયા) ગાયબ થઈ ગયા છે. હવે સવાલ એ હતો કે આખરે ગાયબ થયેલી આ આઈટમ ક્યાં ગઈ? ઘણી વાર તો આપણે મુસાફરી દરમ્યાન જોતા હોઈએ છીએ કે, યાત્રીઓ આ વસ્તુઓને યાત્રા બાદ પોતાની બેગમાં રાખીને નીકળી જતાં હોય છે. આ સવાલનો જવાબ તમને કદાચ આ વીડિયો જોઈને મળી જશે.
આ વીડિયો સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અમને આ વીડિયો ઇન્સ્ટાગ્રામના પેજ @ranjeet_official24 પરથી મળ્યો છે. વીડિયોના કેપ્શનમાં જણાવ્યું છે કે આ રેલવેના ધાબળાથી લઈ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી, સરકારી સંપત્તિની ચોરીની એક મોંઘી સમસ્યા બની ચૂકી છે.
રેલવેની ચાદરમાંથી બનાવેલો કુર્તો પહેરીને ફરતો માણસ દેખાયો આ વાયરલ વીડિયો એક બજારનો છે. જ્યાં કેમેરામાં એક એવો શખ્સ કેદ થયો, જે રેલવેની ચાદરમાંથી બનાવેલો કુર્તો પહેરી શાકભાજી ખરીદતા દેખાય છે. વીડિયોમાં તમે જોઈ શકશો કે આ શખ્સ રેલવેની સફેદ ચાદરમાંથી પોતાના માટે કુર્તો સીવડાવી દીધો છે અને એ કુર્તો પહેરીને તે આરામથી બજારમાં ફરી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે શખ્સના કુર્તા પર વેસ્ટર્ન રેલવેની એક પટ્ટી છપાયેલી દેખાઈ રહી છે. જેમ રીતે રેલવેની ચાદર પર છપાયેલી હોય છે.
શખ્સનો આ વીડિયો જોઈ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યાં લોકોએ કહ્યું કે, હવે સમજમાં આવી રહ્યું છે કે આખરે રેલવેની ચાદર ક્યાં ગાયબ થઈ રહી છે. એક યુઝરે લખ્યું કે બની શકે છે કે અંકલે આ કુર્તો ખરીદ્યો હોય. બીજાએ લખ્યું કે, મેં સારા સારા લોકોને રેલવેની ચાદર ગાયબ કરતા જોયા છે.
આ વાયરલ વીડિયોને જોયા બાદ એ પણ જાણવું જોઈએ કે રેલવેની સંપત્તિની ચોરી કરવી કાયદાકીય રીતે ગુનો બને છે અને પકડાઈ જવા પર દંડની પણ જોગવાઈ છે. આવો જાણીએ કે રેલવેની સંપત્તિ પર હાથ સાફ કરનારા લોકો પર કેવી કેવી કાર્યવાહી થઈ શકે છે. આપને જણાવી દઈએ કે, રેલવેની સંપત્તિ જેમ કે બેડરોલ ,અરીસો, તાર, લોખંડના કટકા, પાટા અને અન્ય સંપત્તિની ચોરી અથવા નુકસાન પહોંચાડવા પર રેલવે અધિનિયમ, ૧૯૮૯ અંતર્ગત કડક કાર્યવાહી થઈ શકે છે. જો કોઈ દોષિત ઠરે તો તેમના પર ૧૦૦૦થી ૫૦૦૦ રુપિયાનો દંડ પણ લાગી શકે છે અને સાથે જ તેને ૫થી ૭ વર્ષની જેલની સજા પણ થઈ શકે છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
