તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
સિગારેટથી ડામ આપ્યા, લાફા માર્યાઃ સનકી બોયફ્રેન્ડે ૩૧ વર્ષની એક્ટ્રેસની જિંદગી નરક બનાવી હતી
નીતિ ટેલરે પોતાના અતીતનું એક એવું ખતરનાક સત્ય બહાર લાવી છે, જેને સાંભળી તેના ચાહકોને મોટો આંચકો લાગ્યો

નવી દિલ્હી તા.૭: એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થઈ રહેલો રિયાલિટી શો અલાયંસ હાલમાં જબરદસ્ત ચર્ચામાં છે. શોમાં ટીવીની ફેમસ એક્ટ્રેસ નીતિ ટેલર પણ એક કન્ટેસ્ટન્ટ સામેલ થઈ હતી. જ્યાં તેણે પોતાની જિદગીને લઈ અમુક એવા ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જેણે સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવી દીધો છે. ઓન સ્ક્રીન પોતાની શાનદાર સ્માઈલથી હજારો લોકોના દિલ જીતનારી નીતિએ શોના હાલમાં જ સ્ટ્રીમ થયેલા એક એપિસોડમાં પોતાના અતીતનું એક એવું ખતરનાક અને દર્દનાક સત્ય રજૂ કર્યું છે, જેને સાંભળી આપના રુંવાડા ઊભા થઈ જશે.
અલાયંસના હાલના એપિસોડમાં નીતિ ટેલરે પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલ અત્યાર સુધીનો સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. નીતિએ શોમાં પોતાના એક જૂના રિલેશનશિપની દર્દનાક કહાની રજૂ કરતા જણાવ્યું કે તે એક સમયે ખૂબ જ ટોક્સિક અને સનકી માણસ સાથે સંબંધમાં હતી, જેણે પ્રેમના નામ પર તેને ભયાનક દર્દ આપ્યું હતું.
નીતિએ શો દરમ્યાન પોતાની આપવીતી સંભળાવતા જણાવ્યું કે તેના એક્સ બોયફ્રેન્ડે તેની સાથે એટલી હદે હેવાનિયત કરી કે ગુસ્સામાં આવીને તેની જાંઘ પર સળગતી સિગારેટના ડામ આપ્યા હતા. નીતિનું આ દર્દ સાંભળી શોમાં હાજર બાકી કન્ટેસ્ટન્ટ્સ ચોંકી ગયા હતા.
આ ખતરનાક દુર્ઘટનાનો ઉલ્લેખ કરતા નીતિએ શોમાં જણાવ્યું કે, એ સનકી માણસ દ્વારા આપેલી પીડા ખાલી એક કડવી યાદ બનીને નથી રહી, પણ તેના નિશાન આજે પણ નીતિના શરીર પર છે. પોતાની વાત કહેતા નીતિએ શોના બાકી કો-કન્ટેસ્ટન્ટ્સને પોતાની જાંઘ પર બનેલા સિગારેટના ડાઘ પણ દેખાડ્યા. જેને જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા.
સિગારેટના ડામ આપવા ઉપરાંત નીતિએ પોતાના આ સંબંધને લઈ બીજો એક મોટો ખુલાસો કર્યો. તેણે જણાવ્યું કે, આ માણસનું વર્તન એટલું હિસક હતું અને તે રિલેશનશિપમાં તેની સાથે મારપીટ પણ થઈ હતી. એક્ટ્રેસે જણાવ્યું કે, તેના એક્સે તેને થપ્પડ પણ મારી હતી.
એક્ટ્રેસે કહ્યું કે રાત, તેના બર્થ ડે પર તેનું દિમાગ ખરાબ થઈ ગયું અને હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી. તેણે મને થપ્પડ મારી અને મને ખાલી એટલું કહ્યું, અલવિદા, ફિર મિલેંગે. તે સમયે હું બહું નાની હતી. જ્યારે તમે નાસમજ અને નબળી સ્થિતિમાં હોવ છો, તો લોકોના કેરેક્ટરને યોગ્ય રીતે સમજી શકતા નથી, તે સાચે જ સનકી હતો.
નીતિ ટેલર ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ છે, જેણે કૈસી યે યારિયાંમાં નંદિનીનું પાત્ર નિભાવીને પોપ્યુલારિટી મેળવી હતી. આ ઉપરાંત ઈશ્કબાજ, ગુલાબ જેવા શોમાં દેખાઈ.
સુપરહિટ શોથી ઘરે ઘરે ફેમસ થયેલી નીતિ ટેલરના આ દર્દને સાંભળી તેના ચાહકો ખૂબ જ દુખી થયા છે. સોશિયલ મીડિયા પર લોકો નીતિની હિમ્મતના વખાણ કરી રહ્યા છે, તો વળી અલાયંસ શો દ્વારા આટલા મોટા પ્લેટફોર્મ પર આવીને ડોમેસ્ટિક વાયલન્સ અને એબ્યૂઝિવ રિલેશનશિપ જેવા ગંભીર મુદ્દા પર ખુલ્લીને વાત કરી.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
