<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

તેણે મને હરામી કહ્યું, ગુસ્‍સો આવ્‍યો તો મારી નાખી

ગુવાહાટી હત્‍યા કેસમાં પતિનું ચોંકાવનારું નિવેદનઃ શુગર ડેડીને મારવાની કહી વાત : આરોપીના કથિત નિવેદનોએ કેસની તપાસ કરી રહેલા પોલીસકર્મીઓ સહિત તમામ લોકોને ચોંકાવી દીધા

ગુવાહાટી તા.૯: આસામના ગુવાહાટીમાં થયેલી એક સનસનીખેજ હત્‍યાએ સૌને હેરાન કરી દીધા છે. આરોપ છે કે રામાનુજ ગોસ્‍વામીએ તેની પત્‍ની રિયા તાલુકદારની હત્‍યા કરી અને માથું ધડથી અલગ કર્યા બાદ ફ્રિજમાં રાખી દીધું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને કોર્ટે તેને સાત દિવસની પોલીસ કસ્‍ટડીમાં મોકલી દીધો છે. આ કેસમાં આરોપીના કથિત નિવેદનોએ કેસની તપાસ કરી રહેલા પોલીસકર્મીઓ સહિત તમામ લોકોને ચોંકાવી દીધા છે. પોલીસના જણાવ્‍યા અનુસાર આરોપીએ કહ્યું છે કે, રિયા તેની સામે અપશબ્‍દોનો ઉપયોગ કરતી હતી અને તેને હરામી કહીને બોલાવતી હતી. કથિત રીતે તેણે કહ્યું કે ગુસ્‍સામાં તેણે પત્‍નીની હત્‍યા કરી દીધી. વધુમાં તેણે એ પણ કહ્યું છે કે, જેલમાંથી બહાર આવશે અને શુગર ડેડીને ખતમ કરશે. હવે પોલીસ આ નિવેદનોને લઈ વધારે તપાસમાં જોડાઈ ગઈ છે.

આ મામલો ત્‍યારે સામે આવ્‍યો હતો જ્‍યારે રામાનુજ ગોસ્‍વામીના ફલેટમાંથી ખૂબ જ દુર્ગંધ આવવા લાગી હતી. પડોશીઓને શંકા જતા તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસ જ્‍યારે ફલેટમાં પહોંચી ત્‍યારે અંદર એક મહિલાનો મૃતદેહ મળી આવ્‍યો હતો. બાદમાં તેની ઓળખ રામાનુજની પત્‍ની રિયા તાલુકદાર તરીકે થઈ હતી. તપાસ દરમિયાન પોલીસને ફ્રિજમાંથી રિયાનું માથું પણ મળી આવ્‍યું હતું. ત્‍યારબાદ ફોરેન્‍સિક ટીમને ઘટનાસ્‍થળે બોલાવવામાં આવી અને કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી.

ઘટના બાદ રામાનુજ ઘટનાસ્‍થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની શોધખોળ શરૂ કરી અને સોમવારે તેને ગુવાહાટીના એક ઝૂંપડપટ્ટી વિસ્‍તારમાંથી ધરપકડ કરી હતી. ત્‍યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યો હતો, જ્‍યાંથી તેને ૭ દિવસની પોલીસ કસ્‍ટડીમાં મોકલી દેવામાં આવ્‍યો છે.

પોલીસના જણાવ્‍યા અનુસાર, પૂછપરછ દરમિયાન રામાનુજે કથિત રીતે હત્‍યાનું કારણ પત્‍ની સાથેનો વિવાદ હોવાનું જણાવ્‍યું છે. તેનો દાવો હતો કે રિયા તેની સામે અપશબ્‍દોનો ઉપયોગ કરતી હતી અને તેને 'હરામી' કહીને બોલાવતી હતી. કથિત રીતે તેણે કહ્યું કે ગુસ્‍સામાં તેણે પત્‍નીની હત્‍યા કરી દીધી. જોકે, પોલીસ આ મામલે આરોપીના નિવેદનોની તપાસ કરી રહી છે. તેના દાવાઓની સ્‍વતંત્ર રીતે ખરાઈ થવાની હજુ બાકી છે.

આ કેસમાં સૌથી વધુ ચોંકાવનારી વાત આરોપીનું કથિત નિવેદન હોવાનું કહેવાઈ રહ્યું છે. રામાનુજે કથિત રીતે હત્‍યા અંગે કોઈપણ પ્રકારનો પસ્‍તાવો વ્‍યક્‍ત કરવાનો ઇનકાર કર્યો છે. અહેવાલો અનુસાર, તેણે કહ્યું કે તેને પોતાની પત્‍નીની હત્‍યા કરવાનો કોઈ અફસોસ નથી. પૂછપરછ દરમિયાન તેના વલણથી પણ પોલીસ અને આસપાસ હાજર લોકો ચોંકી ગયા હતા. ફફૂરૂત૧૮ના રિપોર્ટર પ્રિયબ્રત ગોગોઈ સાથે વાતચીત દરમિયાન આરોપીએ કથિત રીતે વિક્‍ટ્રી સાઇન પણ બનાવી હતી.

આ કેસમાં વધુ એક સવાલે તપાસને વધુ ગૂંચવણભરી બનાવી દીધી છે. આરોપીએ કથિત રીતે એક અન્‍ય વ્‍યક્‍તિનો ઉલ્‍લેખ કરીને તેને શુગર ડેડી કહ્યો હતો. તેણે કથિત રીતે ધમકી આપી કે જો તે જેલમાંથી બહાર આવ્‍યો તો તે વ્‍યક્‍તિને છોડશે નહીં. જ્‍યારે રિપોર્ટરે તેને પૂછ્‍યું કે આખરે શુગર ડેડી કોણ છે અને તેણે પોતાની પત્‍નીની હત્‍યા કેમ કરી, ત્‍યારે આરોપી કથિત રીતે ભડકી ગયો હતો. તેણે રિપોર્ટરને પણ ધમકી આપી અને કહ્યું કે, હદ પાર ન કરો, વધારે હોશિયાર ન બનો. હવે પોલીસ આ કથિત 'શુગર ડેડીની ઓળખ અને હત્‍યા સાથે તેના કોઈ સંભવિત સંબંધની પણ તપાસ કરી રહી છે.

બીજી તરફ, રામાનુજની માતાએ પોતાના દીકરા પર લાગેલા આરોપોને લઈને આヘર્ય વ્‍યક્‍ત કર્યું છે. તેમણે કથિત રીતે કહ્યું કે તેમનો દીકરો સારો અને સમજદાર છે અને તે આવો ગુનો ન કરી શકે. તેમણે પરિવારની સામાજિક પૃષ્ઠભૂમિનો ઉલ્‍લેખ કરતા કહ્યું કે તેમનો પરિવાર પ્રતિષ્ઠિત છે. રામાનુજના દાદા સંસ્‍કૃતના જાણીતા વિદ્વાન હતા.

તપાસ દરમિયાન રામાનુજ કથિત રીતે ડ્રગ્‍સના વ્‍યસન સાથે જોડાયેલો હોવાની માહિતી પણ સામે આવી છે. અહેવાલો અનુસાર, ૨૦૨૧થી ૨૦૨૫ દરમિયાન તેને ઘણી વખત રિહેબિલિટેશન સેન્‍ટરમાં દાખલ કરવામાં આવ્‍યો હતો. પડોશીઓએ પણ પતિ-પત્‍ની વચ્‍ચે વારંવાર વિવાદ થતો હોવાની વાત કહી છે. તેમનું કહેવું છે કે ઘણી વખત રિયાના રડવા અને બૂમો પાડવાના અવાજો પણ સંભળાતા હતા. પડોશીઓને શંકા છે કે રામાનુજનું કથિત નશાનું વ્‍યસન પણ આ ઘટનાનું એક કારણ હોઈ શકે છે.

હાલમાં પોલીસ આ વાતની તપાસ કરી રહી છે કે હત્‍યાનું સાચું કારણ શું હતું, ઘટના કઈ પરિસ્‍થિતિમાં બની અને આરોપીએ જણાવેલા 'શુગર ડેડી'નો આ સમગ્ર કેસ સાથે શું સંબંધ છે. પોલીસ આરોપીના નિવેદનો, ફોરેન્‍સિક રિપોર્ટ અને અન્‍ય પુરાવાઓના આધારે આગળની તપાસ કરી રહી છે.

(3:01 PM IST)