<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

વિશ્વાસ રાખો બધું પાછું મળી જશેઃ મંદિરમાંથી ચોરી કર્યા બાદ ચોરે ૧૦ની નોટ પર લખ્‍યો વિચિત્ર મેસેજ

મધ્‍ય પ્રદેશના રતલામમાંથી એક એવી ચોરી થઈ છે, જેણે સૌને ચોંકાવી દીધા

રતલામ તા.૨૫: મધ્‍ય પ્રદેશના રતલામમાંથી એક એવી ચોરી થઈ છે, જેણે સૌને ચોંકાવી દીધા છે. અહીં સુખેડાના નિમચોક બજારમાં આવેલા પ્રસિદ્ધ જૈન મંદિરના ગર્ભગૃહમાં એક અજાણ્‍યા શખ્‍સે ચોરી કરી છે. કહેવાય છે કે તેણે આ ચોરી સાંજના ચારથી સાડા ચારની વચ્‍ચે કરી અને આ દરમિયાન બજારમાં ભારે ભીડ હતી. પછી ચોરે ભગવાન આદિનાથના ગળામાંથી સોનાનો હાર અને બાજુમાં રાખેલી ચાંદીની મૂર્તિ ચોરી લીધી. આ ઘટના બાદ તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ.

ખાસ વાત એ રહી કે ચાલાક ચોરે ચોરી કર્યા બાદ જૈન મંદિરમાં ૧૦ રૂપિયાની નોટ મૂકી. જેના પર અંગ્રેજીમાં જિતેન્‍દ્ર લખેલું હતું. બાદમાં હિન્‍દીમાં તેણે લખ્‍યું હતું કે આ ચોરી નથી. ૧૫ જુલાઈના રોજ રતલામ પોસ્‍ટ ઓફિસ પર આપને મળી જશે. જો પોલીસને કહ્યું તો નહીં મળે. તમે આદિનાથ દાદા પર વિશ્વાસ રાખો. હવે ૧૦ રૂપિયાની નોટ પર લખેલા આ મેસેજથી આશંકા સેવાઈ રહી છે કે ચોરનું નામ જિતેન્‍દ્ર હોઈ શકે છે. વળી આ નોટ લોકો વચ્‍ચે પણ ચર્ચાનો વિષય બની છે.

ચોરી બાદ સુખેડા પોલીસ ચોકીથી લઈ પિપલોદા પોલીસ, જાવરા એસડીઓપીના ટોપના અધિકારી એક્‍શનમાં આવ્‍યા છે. તેમણે ટીમ બનાવી અલગ અલગ એંગલથી સઘનતાથી તપાસ કરી રહ્યા છે. જ્‍યાં પોલીસ વિભાગ નિમચોક બજારથી લઈ ચાર કિમી દૂર ગામ માઉખેડીની વચ્‍ચે લાગેલા તમામ સીસીટીવી કેમેરા ખંગાળી રહી છે.

વળી પિપલોદા વિસ્‍તારના પ્રભારી રમેશ કોળી સોમવારે પણ નિમચોક બજારના પ્રસિદ્ધ જૈન મંદિરની ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું. મંદિરના પૂજારી વિશાલ સાથે શ્રી સંઘ જૈન સમાજના અધ્‍યક્ષ બાબૂલાલ સેખાવત સાથે જીન્‍સ દુકાનમાંથી ચોર ફુલમાળા લઈ ગયા હતા. તેમણે પણ ચોરના દેખાવને લઈ વિસ્‍તારથી ચર્ચા કરી છે. જો કે પોલીસનું માનવું છે કે ચોરીના સંબંધમાં અમુક પૂરાવા મળ્‍યા છે અને ટૂંક સમયમાં ચોરને પકડી લેવામાં આવશે

(9:46 AM IST)