News of Tuesday, 10th November 2026
નવા વર્ષની શુભ શરૂઆત આપ સૌના જીવનમાં ખુશી, શાંતિ, સમૃદ્ધિ અને ખુશહાલી લઈને આવે.: પીએમ મોદીએ દેશવાસીઓને શુભકામના પાઠવી
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશહાલી આવે તેવી કામના કરી

ગુજરાતી નૂતન વર્ષ એટલે કે બેસતા વર્ષના પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત સહિત દેશભરના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશહાલી આવે તેવી કામના કરી હતી. તેમણે પોતાની શુભેચ્છામાં લખ્યું હતું કે, 'નૂતન વર્ષાભિનંદન. નવા વર્ષની આ શુભ શરૂઆત આપ સૌના જીવનમાં ખુશી, શાંતિ, સમૃદ્ધિ અને ખુશહાલીની નવી આશાઓ લઈને આવે. આપ સૌનું જીવન ઉત્તમ સ્વાસ્થ્ય, આનંદ અને ઉત્સાહથી ભરેલું રહે તેવી હાર્દિક શુભકામનાઓ.' પીએમ મોદીના આ શુભેચ્છા સંદેશને લઈને ગુજરાતીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગુજરાતી નૂતન વર્ષના પવિત્ર દિવસથી વિક્રમ સંવત 2083નો પ્રારંભ થયો છે. સનાતન ધર્મમાં બેસતા વર્ષને અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે. દિવાળીના બીજા દિવસે કારતક સુદ એકમથી વિક્રમ સંવતના નવા વર્ષની શરૂઆત થાય છે. જૂના વર્ષને વિદાય આપીને નવા વર્ષનું ઉમંગભેર સ્વાગત કરવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુઓ પોતાનાં આરાધ્ય દેવનાં દર્શન કરી પરિવારની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે. સાથે જ સદવિચાર, સત્કર્મ, સેવા અને પરોપકારના માર્ગે આગળ વધવાનો સંકલ્પ પણ લે છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
