News of Monday, 21st September 2026
ગુરૂ ‘અસીમ કાર્ડ' છે, ‘સીમકાર્ડ નથીઃ પૂ. મોરારીબાપુ
ઉત્તરપ્રદેશનાં અગ્રવન-આગ્રામાં ‘માનસ રૂષિપંચમ' શ્રી રામકથાનો આજે સાતમો દિવસ

રાજકોટ, તા. ર૧: પૂ. મોરારીબાપુના વ્યાસાસને આગ્રામાં આયોજીત ‘માનસ રૂષિપંચમી' શ્રી રામકથાનો આજે સાતમો દિવસ છે. ગઇકાલે પૂ. મોરારીબાપુએ કહયુ કે, ગુરૂ ‘અસીમ કાર્ડ' છે ‘સીમ કાર્ડ' નથી.
પરમ પાવની મા યમુનાજીના પરમ પવિત્ર પ્રવાહની સાક્ષીએ, ઉતરપ્રદેશની અધ્યાત્મિક-ઐતિહાસિક ભૂમિ અગ્રવન (આગ્રા)માં પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ ઋષિચંચમ'ના પાંચમાં દિવસે શનિવાર કથાના પરમ પ્રેમમય સંવાદને આગળ ધપાવવા પ્રિયબાપુએ કહયું હતું કે - છાંદોગ્ય શ્રુતિમાં ‘સામ'ને સાધુ કહયા છે.
સામ એટલે શાંતિ, શાંતિ એટલે સામ અને રામ એક છે.સામવેદ છે. મારો સામવેદ આ માનસ છે, આ મારો ધનપાક છે. માનસ મારો સાધુને પરમ સાધુ છે. સામ જ સાધુનો સોમરસ છે. રામવાનએ સોમરસ ગાન છે. ઋષિ અને મુનિનું સંયુકતરૂપ જેનામાં હોય એ સાધુમાં પંચાગ હોય છે. એ પાંચ-પાંચ તત્વો-લક્ષણો કયા ? (૧) જોગ (ર) લગન (૩) ગ્રહ (૪) વાર (પ) તિથી. ઋષિ-મુનિ પંચયામી હોય છે, એ પાંચ પાત્ર કર્યા ? (૧) અક્ષયપાત્ર - ઋષિમુનિની સંયુકત ચેતનારૂપ સાધુ અક્ષયયામી હોય છે. (ર) કરપાત્રી (૩) પર્ણપાત્રી (૪) કર્ણપાત્રી - એટલે કે બધાનું સાંભળે, એનુ સૌથી પણ હસતુ મૌન છે કર્તિગ મૌન નથી (પ) હ્દયપાત્રી, ઋષિમુનિરૂપી સાધુમાં પંચામૃત છે.
ગઇકાલે રવિાર કથાના પરમ પ્રેમલ સંવાદમાં પ્રવેશ કરતા પૂ. મોરારીબાપુએ કહયું કે રામકથાના અધિકારી કોણ ? એ વિશે ઘણા લોકોએ જિજ્ઞાસા કરી છે. ‘અધિકારી' શબ્દમાં ચાર અક્ષરો છે. શાષાીય વ્યાખ્યાઓ નહિં પણ સાધ્વીય વ્યાખ્યાની રીતે કહું તો, તલગાજરડીયા દ્રષ્ટિએ સંવાદ કરૂ તો ‘અ' એટલે જેને અભિમાન ન હોય, કોઇ પણ પ્રકારનું અભિમાન ન હોવું જોઇએ એ અધિકારી બની શકે, ‘ધિ' એટલે બુધ્ધિ-ધિમહી-વ્યાકરણની દ્રષ્ટિથી નહીં, વ્યાકરણનો વિરોધ નથી પણ વ્યાકરણ કરતા મને આયરણમાં વિશેષ રૂચિ છે. બુધ્ધિપૂર્વક કથા સાંભળો, અતિ બુધ્ધિથી પણ ન સાંભળો, ‘કા' એટલે કારણ. કૃપા કારણ, અસ્તિત્વની કૃપા કથાનું કારણ બને છે. ‘રી' એટલે રીતી, પ્રીતિપૂર્વક-રીતીથી કથા સાંભળો.(-મનોજ જોશી ‘મજો' રાજકોટ મો. ૮૧૪૦૨ ૧૩૧૩૦, ૯૪૨૬૨ ૪૨૧૧૫)(૬.૧પ)
તો બધુ બરાબર છે...
રાજકોટ, તા. ર૧: પૂ. મોરારીબાપુએ એક પ્રસંગ યાદ કરતા કહયુ કે, એક બહુમોટા જયોતિષશાષાી એક વખત મહુવા આવેલા અને ગુરૂકુળ (કૈલાસ ગુરૂકુળ-મહુવા) આવેલા, ભારતના બૌ મોટા વાસ્તુશાષાી અને જયોતિષ શાષાી હતા. એણે આખુ ગુરૂકુળ જોયું (હું તો હતો નહીં) અને બોલ્યા કે આ ડીઝાઇન બરાબર નથી, વાસ્તુશાષાની દ્રષ્ટિએ આ દરવાજોઆમ કરો, મંદિર વચ્ચે ન હોવું જોઇએ એ બીજી તરફ કરી નાંખો, એમ કેટકેટલા સુચનો કર્યા, જયદેવ (જયદેવ માંકડ) અને જનકને ઘણી બધી સુચનાઓ આપી પછી પૂછયું કે આ કોણે બનાવ્યું છે ? જયદેવે કીધુ કે ભાઇ, આ મોરારિબાપુની સુચનાથી બન્યું છે, તો પેલી વાસ્તુશાષાી બોલ્યો કે તો બધુ બરાબર છે. બરાબર છ, કોઇ ફેરફાર કરવાની જરૂર નથી..!!!
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
