<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકા પાણીમાં બેસી જતાં ખાડી દેશો ગભરાયા

યુએઈએ ઈઝરાયેલ સાથે કરેલા કરાર કારણભૂત : દરેક ખાડી દેશને એક જ ચિંતાઃ અમેરિકાની વિદાય પછી મધ્‍યપૂર્વમાં અમારું શું, બધાએ સુરક્ષા છત્ર માટે દોટ મૂકી

દુબઈ,તા.૬: ઈરાનું સામેના યુદ્ધમાં અમેરિકા પાણીમાં બેસી જતાં હવે ખાડી દેશોને ડર છે કે અમેરિકાના આપેલા સમર્થનનો ઇરાન તેમની પાસેથી ગણગણીને બદલાલઈ શકે છે. તેઓ એ ડરથી ધ્રૂજી ગયા છે કે અમેરિકાએ હાલમાં ખાડીમાં હોવા છતાં પણ જો ઈરાન તેમને ગાંઠતુ નથી તો અમેરિકા ગયા પછી તેમની શું સ્‍થિતિ થશે. યુએઈએ તાજેતરમાં જ ભારત અને ઈઝરાયેલ સાથે કરેલો કરાર આ જ વિચારધારાનું પરિણામ છે.

આ કરારના પરિણામે ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલા સામે ઇઝરાયેલની આયર્ન ડોમ સિસ્‍ટમ તેનું મોટાપાયા પર રક્ષણ કરે છે. હવે જો યુએઈએ ઇઝરાયેલ સાથે કરાર કર્યો છે તો સાઉદી અરેબિપાએ પાકિસ્‍તાન સાથે કરાર કર્યા છે કે તેના પર હુમલો થાય તો પાકિસ્‍તાન લડવા ઉતરશે. ઇરાને સાઉદી પર હુમલા કર્યા છે, પરંતુ છેક યુદ્ધ સુધીની સ્‍થિતિ આવી નથી.

ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાના સહયોગી રહેલા અને ખાસ કરીને અમેરિકાના થાણા ધરાવતા ખાડી દેશો યુએઈ, સાઉદી અને કુવૈત તથા ઇરાક જેવા દેશોને ડર છે કે અમેરિકાના થાણા તેમને ત્‍યાં છે તો પણ આ સ્‍થિતિ છે તો પછી તે નહીં હોય ત્‍યારે તેમની સ્‍થિતિ  કેવી હશે. આના કારણે હવે તેઓ બીજા દેશો સાથે દ્વિપક્ષીય કરાર કરવા માંડ્‍યા છે.

સાઉદી અને યુએઈ તેનું તાજું ઉદાહરણ છે. આગામી દિવસોમાં કતાર, ઓમાન, ઇરાક જેવા દેશો પણ આવા જ કરાર કરે તો આヘર્ય નહીં થાય. હવે દરેક ખાડી દેશે તેમનું નવું સુરક્ષા છત્ર શોધવા દોટ મૂકી છે. આગામી દિવસોમાં ખાડી દેશોમાં યુરોપીયન દેશોની પણ એન્‍ટ્રી થાય તો આヘર્ય નહીં થાય.

બીજી બાજુએ યુદ્ધને હોલ્‍ડ રાખવાની ટ્રમ્‍પની આ પેટર્નને લઈને તેમના સમર્થકો અને ટીકાકારો બંને માને છે કે તેનાથી તેમને કંઈ મિડ ટર્મ ચૂંટણીમાં પણ ફાયદો નહીં થાય. આ તો જાણે ઈરાનના વલણથી ટ્રમ્‍પ પોતે ફસાઈ ગયા હોય તેવી સ્‍થિતિનું નિર્માણ થયુ હોય તેમ લાગે છે. અમેરિકાએ તેની પાસેના મહત્ત્વના શષોનો જથ્‍થો એટલો ખર્ચ કરી નાખ્‍યો છે કે તેને બનાવતા હજી બીજા ત્રણ વર્ષ ખેંચી નાખવા પડે તેમ છે.બીજી બાજુએ ઈરાન હજી પણ મચક આપતું નથી. આ સંજોગોમાં શાંતિમંત્રણા તે ઈરાનની નહીં અમેરિકાની લાચારી છે. અમેરિકા જેવો દેશ લાચાર સ્‍થિતિમાં આવતા હવે ખાડી દેશો તે ડરે ધ્રૂજી રહ્યા છે કે તેના ગયા પછી અમારે ઇરાન સામ અણારી સુરક્ષા જાત કરવી પડશે. 

(10:03 AM IST)